________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૬૫
હોતા હૈ. ઔર મોક્ષ પર્યાયમેં આનંદ તો હૈ લેકિન ઉસમેં આનંદ ભા નહીં હૈ, આનંદકી ખાન નહીં હૈ. ત્રિકાળ આત્મા અતીન્દ્રિય આનંદકી ખાન હૈ, ઇસલિયે સર્વતત્ત્વમેં વહ સાર હૈ. ૨૭૬.
* વસ્તુને પકડે તેનું નામ આત્મા ઉપાદેય છે. ધારણામાં આ હૈય છે, આ ઉપાદેય છે–એમ કર્યાં કરે તેનું નામ હૈય-ઉપાદેય નથી. લક્ષ છોડી દેવું તેનું નામ હૈય છે અને વસ્તુને પકડવી તેનું નામ ઉપાદેય છે. આત્મામાં એકાકાર થાય ત્યારે આત્મા ઉપાદેય થયો કહેવાય. રાગાદિનું લક્ષ છૂટી જવું તેનું નામ તેને હૈય કર્યો કહેવાય. ૨૭૭.
* જીવે પોતાના સહજ સુખસ્વરૂપ માટે એક ક્ષણ પણ ધીરો થઈને વિચાર કર્યો નથી. જો વિચાર કરે તો વસ્તુ બહુ જ સોંધી ને સહેલી છે; પણ તીવ્ર જિજ્ઞાસા, ધગશ અને તાલાવેલી જોઈએ. આ સંસારનો ૨સ છૂટી જાય તો આત્મસ્વરૂપ જરૂર પ્રગટે. ૨૭૮.
* એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી એ મૂળ સિદ્ધાંતમાંથી કેટલું સિદ્ધ થાય છે! ! આમાં બાર અંગનું સ્પષ્ટીકરણ નીકળે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી એનો અર્થ એ થયો કે એની પર્યાય પોતાથી જ થાય છે અને તે ક્રમબદ્ધ થાય છે. એક સિદ્ધાંત બરાબર પકડે તો બધું આવી જાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી એટલે પગ જમીન ઉપર પડે છે એ પગ જમીનને અડતો નથી. જો જમીનને અડે તો બે દ્રવ્ય એક થઈ જાય. આ તો મિથ્યાત્વને તોડવાની ચાવી છે. દરેક દ્રવ્ય પોતાના નિશ્ચયમાં જ પ્રાપ્ત છે. આત્મા શરીરને અડતો નથી. કર્મથી આત્મા દુઃખી થાય એ વાત ખોટી છે. કર્મને આત્મા અડતો નથી તો એનાથી દુ:ખી કેમ થાય? પદાર્થ જુદે જુદા છે તે એક બીજાને કરે શું? પણ આટલી સમજવાની ગરજ કોને પડી છે? દવાના રજકણ રોગને અડયા નથી. પાણી ગરમ થાય તે અગ્નિથી તો નહિ જ પણ એના ધ્રુવ દ્રવ્યથી પણ નહિ. એ પાણીની ઉષ્ણ પર્યાય એના કાળે ષટ્કારથી સ્વતંત્ર થઈ છે. નરકના સંયોગનું જીવને દુ:ખ નથી, સંયોગ જીવને અડતાં નથી પણ પોતાના દ્વેષથી દુ:ખ થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ– એમાં તો ત્રણલોકના નાથ તીર્થંકર અને તેમની વાણી પણ તારા ઉત્પાદનું કારણ નહીં એમ આવ્યું. જગતને પાગલ લાગે તેવું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ એમાં તો બાર અંગના તાળા ખોલી નાખ્યા છે! ! ૨૭૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com