________________
| [ ૫૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] પણ તે વ્યવહારથી વાત કરી. ખરેખર તો પર સંબંધીના પોતાના જ્ઞાનને જ પ્રકાશ છે. આ બધી જગતની ચીજો છે તે જ્ઞાનપ્રકાશમાં આવતી નથી અને જ્ઞાનપ્રકાશ જગતની ચીજોમાં જતો નથી. જગતની ચીજો છે તે સંબંધીની પોતાની પરપ્રકાશકતા જ્ઞાનપ્રકાશને જ પ્રકાશે છે. આથી સિદ્ધ થયું કે બંધસ્વરૂપ રાગાદિના અને પ્રકાશસ્વરૂપ જ્ઞાનના લક્ષણો જુદા હોવાથી તેમને એકપણું નથી. તે બન્નેના સ્વલક્ષણો જુદા જુદા જાણીને ભગવતી પ્રજ્ઞાછીણીને તે બન્નેની અંતરંગ સાંધમાં પટકવાથી એટલે કે જ્ઞાનને આત્માની સન્મુખ વાળવાથી રાગથી ભિન્ન ચૈતન્યના અતીન્દ્રિય આનંદને અનુભવાય છે. ૨૧૫.
* સમ્યગ્દર્શન હુઆ વહુ તો ભગવાન હો ગયા. રાગકા મેં કર્તા નહીં, પરકા મેં કર્તા નહીં. મેં તો સર્વજ્ઞ હું, તો શ્રદ્ધામેં સર્વજ્ઞ હો ગયા. બોલનેકી બાત નહીં હૈ. અકર્તાપણા પ્રગટ હુઆ હૈ. ૨૧૬,
* વ્યવહારરત્નત્રયનો સ્વામી પુદ્ગલ છે. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવનો સ્વામી પુદ્ગલ છે, હું નથી.
દયા-દાન-પૂજા-ભક્તિ, શાસ્ત્ર-વાંચવા, સાંભળવા આદિના શુભભાવો અને ધંધા સ્ત્રી-પુત્ર ખાવા-પીવા આદિના અશુભભાવો તે બધા ભાવોથી આત્મા ત્રણે કાળે રહિત હોવા છતાં તેનાથી સહિત માનવો એ જ સંસારમાં રખડવાનું નરકનિગોદનું મહાબીજ છે. ૨૧૭.
* તારો મહિમા કર, બીજો બધો મહિમા છોડ-એમ કહેવામાં આવે, પરંતુ હું શુદ્ધ છું ને પરિપૂર્ણ છું એવો મહિમા આવે છે ઈ પણ વિકલ્પાત્મક મહિમા છે. ખરેખર તો સ્વસમ્મુખ થતાં અંતરમાં ઢળે છે ત્યારે જ સાચો મહિમા આવ્યો છે. ૨૧૮.
* (વિકલ્પાત્મક નિર્ણયની વાત ચાલતાં). આવા નિર્ણયમાં વિકલ્પ સહિત હોવા છતાં, મિથ્યાત્વનો રસ મંદ પડે છે, અભાવ તો પછી થાય છે. વિકલ્પ રહિત થઈને વસ્તુનો અનુભવ થતાં મિથ્યાત્વનો અભાવ થાય છે. જેને રાગ સહિત આવો નિર્ણય કે જે રાગાદિ ક્રિયાથી જુદી જાતનો છે તેની પણ જેને ખબર નથી, તે વિકલ્પ રહિત વસ્તુનો અનુભવ કરી શક્તો નથી. ૨૧૯.
* જેમ તેલ પાણીના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, પાણીના દળમાં પેસતું નથી. તેમ વિકાર ચૈતન્યના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, ચૈતન્યના દળમાં પેસેતો નથી. ર૨૦. * આત્મપ્રાપ્તિ પુરુષાર્થથી થાય છે. કળશટીકામાં યત્નસાધ્ય નથી, કાળલબ્ધિથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com