________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
* પ્રભુ! તું કોણ છો એની તને ખબર નથી. તારી પૂરી વાત સર્વજ્ઞ પણ વાણીમાં કહી શકયા નથી એવો તું મહાન છો, પણ તે અનુભવ કરે તો તને જાણે એવો છો. જ્ઞાયકભાવ શુભાશુભરૂપે થયો નથી તેથી તું ત્યાં દષ્ટિ કરે તો તને મળે એવો તું છો. જાગતો જીવ ઊભો છે તે કયાં જાય? ત્યાં નજર કર તો તને જરૂર પ્રાપ્ત થશે જ. રર૬.
* કોઈ પણ પર્યાય હો, ચાહે તો કેવળજ્ઞાન કે મોક્ષની પર્યાય હો પણ તેની મુદત એક સમયની હોવાથી તે નષ્ટ થવા યોગ્ય છે. સમસ્ત પર્યાયો નષ્ટ થવા યોગ્ય છે. સંવરની પર્યાય હો પણ તે નષ્ટ થયા યોગ્ય છે. કેમ કે એક સમયની છે ને! તે અપેક્ષાએ નષ્ટ થયા યોગ્ય છે અને ત્રિકાળી તત્ત્વ તો છે એમ ને એમ સદાય છે. તેથી સમસ્ત નાશવાન ભાવોથી ધ્રુવ સામાન્યવહુ દૂર છે, ભિન્ન છે. દૂર એટલે સહ્યાંચળ ને વિંધ્યાચળ પર્વતની જેમ ભિન્ન ભિન્ન ક્ષેત્ર છે એમ નહીં, પણ પર્યાયમાં ધ્રુવ નથી ને ધ્રુવમાં પર્યાય નથી. તેથી નાશવાન ભાવોથી ધ્રુવ સામાન્યવહુ દૂર છે. ર૨૭.
* કારણુપરમાત્મા એ જ ખરેખર આત્મા છે. નિર્ણય કરે છે. પર્યાય, નિત્યનો નિર્ણય કરે છે અનિત્ય પર્યાય, પણ તેનો વિષય છે કારણ પરમાત્મા, તેથી તે જ ખરેખર આત્મા છે. પર્યાયને અભૂતાર્થ કહીને વ્યવહાર કહીને અણાત્મા કહ્યો છે. કારણપરમાત્મા પ્રભુ ઉપાદેય છે, અતિ આસન્નભવ્ય જીવોને એવા નિજ કારણપરમાત્મા સિવાય અન્ય કોઈ ઉપાય નથી. પર્યાય કે રાગ કે નિમિત્ત કોઈ ઉપાદેય નથી. નિજ પરમાત્માને જે પર્યાયે ઉપાદેય કર્યો, તે પર્યાયને આત્મા કરતો નથી. અમિતગતિ આચાર્યદેવના યોગસારમાં આવે છે કે પર્યાયનો દાતા દ્રવ્ય નથી, કેમ કે પર્યાય સત્ છે ને સને કોઈનો હેતું નથી. તેથી સમ્યગ્દર્શનની પર્યાય નો આશ્રય લ્ય છે તે પર્યાયના પોતાના સામર્થ્યથી છે. આત્માનું જેવું સામર્થ્ય છે તેવું શ્રદ્ધા-જ્ઞાનમાં આવે છે પણ તે સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાયના પોતાના સામર્થ્યથી છે, પરંતુ એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે નિજ પરમાત્મા સિવાય અન્ય કોઈ ઉપાદેય નથી. ૨૨૮.
* જિનવચનમાં શુદ્ધ દ્રવ્ય અર્થાત્ ત્રિકાળી ધ્રુવવસ્તુ તે જ મુખ્ય છે, તેથી તે જ ઉપાદેય છે. આવા ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્યને મુખ્ય કરીને તેમાં જે પુરુષો રમે છે, પ્રચુર પ્રીતિ સહિત વારંવાર અભ્યાસ કરે છે, તે પુરુષો શુદ્ધ ચૈતન્યમાત્ર આત્માનો તુરત જ સ્વાનુભવ કરે છે, પરમ શુદ્ધ ચૈતન્યજ્યોતિને દેખે છે, અનુભવે છે અર્થાત્ તેમાં ક્રિડા કરે છે, રમે છે. ર૨૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com