________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ]
[૫૫
મૂંઝવણને ટાળી નાખે છે. અત્યારે લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયા છે તેને તો મનથી પણ સાચો નિર્ણય કરવાનો વખત નથી. ૨૩૩.
* અહા ! ચૈતન્યપ્રભુ સમીપ બિરાજે છે એની ઉપ૨ નજ૨ નહિ અને પર્યાય ઉપ૨ નજ૨-દૃષ્ટિ રાખવાથી ચૈતન્યપ્રભુ પ્રગટ થાય નહિ. ભલે પર્યાયમાં જાણપણું ઘણું ખીલ્યું છે અને વ્યવહારશ્રદ્ધા આદિ પર્યાયમાં થયું છે પણ એ પર્યાય ઉ૫૨ની દષ્ટિ રાખ્યું ચૈતન્યપ્રભુના દર્શન નહિ થાય. આ તો પર્યાય ઉપરની દૃષ્ટિથી મરી જાય ત્યારે દષ્ટિ થાય એવી વાત છે! જ્ઞાનની પર્યાયમાં શાસ્ત્રજ્ઞાનનો વિકાસ થયો છે તેનું પણ લક્ષ છોડી દે! એ જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. પરસત્તાવલંબી જ્ઞાનમાં જેને હોંશ આવે છે એ જ્ઞેયનિમગ્ન છે, તેને જ્ઞાનસ્વરૂપમાં મગ્નતા નહિ આવે. જેને આવડતના અભિમાન છે તે બધાં શેયનિમગ્ન છે, જ્ઞાનનિમગ્ન નથી. આ તો ભવથી છૂટકારાની અપૂર્વ વાતો છે. પ્રભુ! શાયકભાવમાં દૃષ્ટિને થંભાવ! દ્રવ્યમાં અનંતુ સામર્થ્ય ભર્યું છે ત્યાં દૃષ્ટિને થંભાવ! નિગોદથી માંડીને કેવળજ્ઞાન ને સિદ્ધદશા સુધીની કોઈ પર્યાય શુદ્ધદષ્ટિનો વિષય નથી. શુદ્ઘદષ્ટિનો વિષય અખંડ દ્રવ્યસામાન્ય છે. ત્યાં તારી દષ્ટિને થંભાવ-ઝુકાવ! દષ્ટિને દ્રવ્યમાં જ થંભાવવાથી આગળ વધાય છે. ૨૩૪.
* પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે! એ વિસામો ખાવા ઊભો રહેતો હશે? એમ આ કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે અને અંદર કામ કરવાના ઘણા છે એમ એને લાગવું જોઈએ. ૨૩૫.
* શુભાશુભ પરિણામ તેના સ્વકાળે જે થવા યોગ્ય છે તે જ થાય છે. નહોતો થવાનો ને એને કરે કે થવાનો હતો ને ફેરવે એ દિષ્ટ જ ખોટી છે. રાગ એના સ્વકાળે કાળક્રમમાં થવા યોગ્ય જ થાય છે-એ દૃષ્ટિમાં જ જ્ઞાયકનો અનંતો પુરુષાર્થ છે. ૨૩૬.
* શ્રોતા:- પર્યાય તો વ્યવસ્થિત જ થવાની છે એટલે પુરુષાર્થની પર્યાય તો જ્યારે તેનો પ્રગટવાનો કાળ આવશે ત્યારે જ પ્રગટશે એટલે હવે કરવાનું શું રહે છે?
પૂજ્ય ગુરુદેવઃ- વ્યવસ્થિત પર્યાય છે એમ જાણ્યું કયાંથી? વ્યવસ્થિત પર્યાય દ્રવ્યમાં છે તો તેને દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરવાની છે. પર્યાયના ક્રમ ઉપર દૃષ્ટિ રાખવાની નથી પણ ક્રમસર પર્યાય જેમાંથી પ્રગટે છે એવા દ્રવ્યસામાન્ય ઉપર જ એને દૃષ્ટિ કરવાની છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com