________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] કરે? જે પર્યાય અનંતા સિદ્ધોને સ્થાપે છે જાણે છે તે પર્યાય દ્રવ્યમાં ઢળી જ જાય છે ને પોતાના દ્રવ્યને જાણે જ છે ને સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય જ છે. આહાહા ! જેણે પોતાની અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ્યા છે, જાણ્યા છે એ તે કાંઈ સાધારણ વાત છે! જેણે અનંતા સિદ્ધોની સ્થાપના કરી એના શ્રદ્ધા-જ્ઞાન દ્રવ્યસ્વભાવ ઉપર જ જાય છે ને તે સિદ્ધ થયા વિના રહે નહિ એવા શ્રોતાને શ્રોતા તરીકે લીધા છે. ભાઈ ! તારો આત્મા તારી પર્યાયની સમીપમાં જ છે, તેને તું જો ! તારી પર્યાયમાં અનંત સિદ્ધોની સ્થાપના કર તો તને તારી પર્યાયની તાકાત કેટલી છે તે ખબર પડે! જે શ્રોતા સિદ્ધોનું પર્યાયમાં સ્થાપન કરીને સાંભળે છે, વાંચે છે, વિચારે છે, એમાં એનું જ પોષણ ને પુષ્ટિ કરતાં કરતાં અલ્પ કાળમાં સિદ્ધ થઈ જવાના જ છે. ૨૪).
* શ્રોતા - આત્માના સંસ્કારોને દઢ કરવા શું કરવું?
પૂજ્ય ગુરુદેવ - વસ્તુસ્વરૂપનો નિર્ણય દઢ કરવો. શુદ્ધ છું, એક છું, જ્ઞાયક છું, એનો ચારે પડખાથી વારંવાર નિર્ણય પાકો કરીને દઢ કરવો. ૨૪૧.
* અપને આતમદેવકી મહત્તા છોડકર પુણ્ય-પાપકી મહત્તા કરતે હૈં ઓ કુદેવકી મહત્તા કરતે હૈં. પુણ્ય-પાપમેં કુછ શક્તિ નહીં, ઉસમેં માનના ઓ કુદેવપણા હૈ. ૨૪૨.
* શ્રોતાઃ- જ્ઞાની દ્રવ્યદૃષ્ટિના જોરથી રાગને પુદ્ગલનો માને પણ જિજ્ઞાસુ રાગને પુગલનો માને તે બરાબર છે?
પૂજ્ય ગુરુદેવ - જિજ્ઞાસુ પણ વસ્તુસ્વરૂપના ચિંતવન આદિમાં માને કે રાગ તે આત્માનો નથી, રાગ તે ઉપાધિભાવ છે, પરના આશ્રયે ઉત્પન્ન થતો હોવાથી મારો નથી, પુદ્ગલનો છે એમ માને.
શ્રોતા:- રાગ તે પુદ્ગલ-પરિણામ.. પુદ્ગલ-પરિણામ એમ કરીને રાગનો ડર રહે નહિ તો?
પૂજ્ય ગુરુદેવ - એમ હોય નહિ; રાગની રુચિ હોય નહિ, રાગની રુચિ છોડવા માટે રાગ તે પુદ્ગલ-પરિણામ છે તેમ જાણે. શાસ્ત્રમાં સ્વચ્છંદતા કરવા કોઈ વાત કરી નથી, વીતરાગતા કરવા કહ્યું છે. ૨૪૩.
* પુણ્ય-પાપ-આસવ-બંધ ને સંવર-નિર્જરા-મોક્ષ તત્ત્વ છે, નથી એમ નથી, પણ તેમાં સારરૂપ તો એક ત્રિકાળી તત્ત્વ જ છે. દ્રવ્ય અને પર્યાય એમ બન્નેને ના માને તેને તો તત્ત્વની ખબર જ નથી. આસ્રવ આદિ, સંવર આદિ અને ત્રિકાળી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com