________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * સાક્ષાત્ ભગવાન, તેમની વાણી અને સાંભળવાથી થતો વિકાસ એ બધા યો છે, તેમાં અજ્ઞાની આસક્ત થયો છે.
શ્રોતા – વાણી સાંભળીને વિચાર કરે તો અંતરમાં આવી શકે ને?
પૂજ્યશ્રી – ઈ વિચારમાં રોકાણો છે ઈ પરયમાં આસક્ત થયો છે. પરમાં આસક્તિથી સ્વમાં આવી શકે?
શ્રોતા - એને ગુનો બોધ નહીં લાગતો હોય?
પૂજ્યશ્રી:- અંતરમાં લાગતો નથી. ભગવાનનો હુકમ છે કે તું તારા આત્મામાં જા. એ હુકમને તે માનતો નથી.
શ્રોતા – ઈ તત્ત્વની વિરાધના કરે છે?
પૂજ્યશ્રી:- હા, તત્ત્વની વિરાધના કરે છે ને અતત્ત્વની આરાધના કરે છે. ભાઈ ! આકરી વાત છે. આ ૧૧ અંગવાળો શુકલેશ્યાવાળો ભગવાન પાસે ગયો પણ પોતાના ભગવાન પાસે ન ગયો, તેથી જ્ઞયોમાં આસક્ત છે. ૨૧૪.
* શ્રોતા:- રાગાદિકનું ને જ્ઞાનનું ઉપજવું એક જ ક્ષેત્રમાં ને એક જ સમયે થતું હોવાથી તે બન્નેની ભિન્નતા કેવી રીતે છે?
પૂજ્ય ગુરુદેવઃ- જે સમયે અને જે ક્ષેત્રે રાગાદિકનું ઊપજવું થાય છે તે જ સમયે અને તે જ ક્ષેત્રે જ્ઞાનનું ઊપજવું થતું હોવાથી અજ્ઞાનીને ભ્રમથી તે બન્ને એક હોય તેમ લાગે છે પણ તે બન્નેના સ્વભાવો જુદા જુદા છે, એક નથી. બંધનું લક્ષણ રાગાદિ છે અને ચૈતન્યનું લક્ષણ જાણવું છે. એમ બન્નેના લક્ષણો ભિન્ન છે. રાગાદિનું ચૈતન્યની સાથે એક જ સમયે ને એક જ ક્ષેત્રે ઊપજવું થાય છે તે ચૈત્ય-ચેતકજ્ઞય-જ્ઞાયક ભાવની અતિ નિકટતાથી થાય છે પણ એક દ્રવ્યપણાના લીધે નથી થતું. જેમ પ્રકાશવામાં આવતાં ઘટપટાદિ પદાર્થો દીપકના પ્રકાશપણાને જાહેર કરે છે, ઘટપટાદિને નહિ. તેમ જાણવામાં આવતાં રાગાદિક ભાવો આત્માના જ્ઞાયકપણાને જ પ્રસિદ્ધ કરે છે, રાગાદિકને નહિ. કેમ કે દીવાનો પ્રકાશ દીપકથી તન્મય છે. તેથી પ્રકાશ દીપકની પ્રસિદ્ધિ કરે છે, તેમ જ્ઞાન આત્માથી તન્મય હોવાથી જ્ઞાન આત્માને પ્રકાશે છે–પ્રસિદ્ધ કરે છે, રાગાદિને નહિ. કામ-ક્રોધાદિ કષાયભાવો જ્ઞાનમાં જણાય છે તે ખરેખર રાગાદિકને પ્રકાશતા નથી કેમ કે રાગાદિ જ્ઞાનમાં તન્મય થયા નથી પણ રાગાદિ સંબંધીનું જ્ઞાન પોતાના જ્ઞાનને પ્રકાશે છે. ચૈતન્ય સ્વયં પ્રકાશસ્વભાવી હોવાથી પર સંબંધીના પોતાના જ્ઞાનને પ્રકાશે છે, પરને પ્રકાશતો નથી. પહેલાં કહ્યું કે આત્મા પરને પ્રકાશે છે;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com