________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૪૭ * બંધ-મોક્ષ ને તેના માર્ગની પર્યાય છે તે નાશવાન છે તેથી ત્રિકાળીને નિશ્ચય આત્મા કહ્યો છે. કેવળજ્ઞાન પણ પર્યાય છે તેને દ્રવ્ય કરતું નથી કે તે પર્યાય દ્રવ્યમાં નથી. અહીં પણ બેનનાં (બહેનશ્રીનાં વચનામૃતનાં) બોલમાં છે કે મુનિપણું, કેવળજ્ઞાન કે સિદ્ધપદ એ તો પર્યાય છે, એ તો ક્ષણિક છે ને ધ્રુવજ્ઞાયક છે તે ત્રિકાળી છે; એવું જે એકરૂપ સદશ ધ્રુવ છે કે જેમાં દ્રવ્યલિંગ, ભાવલિંગ કેવળજ્ઞાન કે સિદ્ધપણું નથી તેને નિશ્ચય આત્મા કહે છે. ૨OO.
* સુબુદ્ધિઓને તેમ જ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે, તેમનામાં ભેદ કઈ નયથી જાણું? -એમ કહીને નિયમસારમાં વ્યવહારનયની તુચ્છતા બતાવી છે, વ્યવહારનયની કાંઈ ગણતરી જ કરી નથી. અરે પ્રભુ! તારામાં ને સિદ્ધમાં કઈ નયથી ફેર ગણું? -વ્યવહારનયથી પણ વ્યવહાર કાંઈ ગણતરીમાં નથી. આ સંસારી ને આ સિદ્ધ એ કઈ રીતે ભેદ પાડું? કઈ નયથી ફેર પાડું? વ્યવહારનયની તો ગણતરી જ નથી. ૨૦૧.
* ન્યાલભાઈમાં છે (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં છે) કે કોઈએ પૂછ્યું કે ન્યાયથી વાત બેસે છે પણ ધ્રુવસ્વભાવ તરફ લક્ષ જતું નથી ! .. જે પર્યાયમાં તને ન્યાયથી બેસે છે તે પર્યાય કયાં છે? કોના આધારે છે? એ પર્યાય જેના આધારે છે એ ધ્રુવ છે, એના આધારમાં જા ! એને આ કરવાનું છે, બાકી તો બધી વાતો છે. ૨૦૨.
* નય શ્રુતજ્ઞાનપ્રમાણનો અંશ છે. પ્રમાણજ્ઞાનને પ્રમાણપણું ત્યારે અને તો જ પ્રાપ્ત થાય છે કે અંદર દષ્ટિમાં વિભાવ તેમ જ પર્યાયના ભેદોથી રહિત શુદ્ધાત્મદ્રવ્યરૂપ ધ્રુવની શ્રદ્ધાનું-અવલંબનનું-જોર સતત વર્તતું હોય. ધ્રુવસ્વભાવના આલંબનનું બળ જ્ઞાનીને સદૈવ વર્તતું હોવાથી તેનું જ્ઞાન સમ્યફપ્રમાણ છે અને તેને જ ક્રિયાનય, જ્ઞાનનય, વ્યવહારનય અને નિશ્ચયનય વગેરે નયો દ્વારા વર્ણવાયેલા ધર્મોનું સાચું જ્ઞાન હોય છે, અજ્ઞાની મિથ્યાષ્ટિને નહીં, કેમ કે તેને શુદ્ધાત્મદ્રવ્યરૂપ ધ્રુવસ્વભાવનું ભાન નહિ હોવાથી તેનું જ્ઞાન અપ્રમાણ છે-મિથ્યા છે. ૨૦૩.
* પ્રભુ તને ભગવાન તરીકે જોવે છે અને તું પણ તને ભગવાન તરીકે જો તો ભગવાન થઈશ. નિર્મળ પર્યાયથી પણ ભિન્ન જે ભૂતાર્થ વસ્તુ છે તેને શુદ્ધ કહેવામાં આવે છે, તેના પર દૃષ્ટિ કરતાં સમ્યગ્દર્શનનો ઉત્પાદ થશે ને મિથ્યાત્વનો વ્યય થશે. માટે શુદ્ધ વસ્તુમાં જા–તેની દષ્ટિ કર. સંયોગથી તો ભિન્ન, દયા-દાનના વિકલ્પથી ભિન્ન અને એક સમયની પર્યાયથી પણ ભિન્ન વસ્તુ શુદ્ધ છે, તેની દષ્ટિ કરતાં ધર્મની શરૂઆત થાય છે. આ એક જ ધર્મની રીત છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com