________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
. [૩૧ દેખ્યા પ્રમાણે દરેક દ્રવ્યના ત્રણકાળના પર્યાયો જે કાળે જે થવાના તે જ થવાના છે. ભગવાને દેખ્યું છે માટે થવાના છે એમ નહિ પણ દરેક દ્રવ્યના પર્યાયો પોતાથી જ ક્રમબદ્ધ જે થવાના તે જ થાય છે. તેને બીજો તો ફેરવી શકે નહિ પણ પોતે પણ પોતામાં થતાં ક્રમસર પરિણામને ફેરવી શકે નહિ, માત્ર જાણી શકે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરતાં દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય થાય છે. પર્યાયના ક્રમ સામું જોતાં ક્રમબદ્ધનો સાચો નિર્ણય થઈ શકે નહિ, જ્ઞાયક તરફ ઢળે છે ત્યારે જ્ઞાયકનો સાચો નિર્ણય થાય છે, એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. સર્વજ્ઞ દેખ્યું છે તેમ થાય, પર્યાય ક્રમબદ્ધ થાય, એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાનસ્વભાવ ઉપર દષ્ટિ કરવી એ છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા જ છે. ૧૪).
* આહાહા! આખી દુનિયા ભૂલાઈ જાય એવું તારું પરમાત્મતત્ત્વ છે. અરેરે ! ત્રણલોકનો નાથ થઈને રાગમાં રોળાઈ ગયો રાગમાં તો દુ:ખની જ્વાળા સળગે છે, ત્યાંથી દષ્ટિને છોડી દે! અને જ્યાં સુખનો સાગર ભર્યો છે ત્યાં તારી દષ્ટિને જોડી દે! રાગને તું ભૂલી જા! તારા પરમાત્મતત્ત્વને પર્યાય સ્વીકારે છે પણ એ પર્યાયરૂપ હું છું એ પણ ભૂલી જા! અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયના મૂલ્ય શા? પર્યાયને ભૂલવાની વાત છે ત્યાં રાગ ને દેહની વાત કયાં રહી? આહાહા ! એકવાર તો મડદા ઊભા થઈ જાય એવી વાત છે એટલે કે સાંભળતાં જ ઉછળીને અંતરમાં જાય એવી વાત છે. ૧૪૧.
* અહો ! આનંદનો દરિયો પોતાના અંતરમાં ઉછળે છે તેને તો જીવ દેખતો નથી ને તરણાં જેવા તુચ્છ વિકારને જ દેખે છે! અરે જીવો ! આમ અંતરમાં નજર કરીને દરિયાને દેખો! ... ચૈતન્યસમુદ્રમાં ડૂબકી મારો ! ૧૪૨.
* સમ્યક-સન્મુખ જીવને ચૈતન્યનું લક્ષ બંધાણું છે એટલે એનું જોર ચૈતન્ય તરફ વળી રહ્યું છે. આ જ સ્વભાવ છે. આ જ સ્વભાવ છે-એમ સ્વભાવમાં જ જોર હોવાથી અમે તેને ઓછી ઋદ્ધિવાળો કેમ દેખીએ? મિથ્યાદષ્ટિ હોવા છતાં તે સમ્યક સન્મુખ થઈ ગયો છે, તે સમ્યક લેવાનો જ છે. ૧૪૩.
* આ આત્મા હૈ વહી જિનવર હૈ, તીર્થકર હૈ: અનાદિકાળસે હી જિનવર હૈ! આહાહા! અનંતા કેવળજ્ઞાનકી વેલડી હૈ, પર જિનવરકી સ્તુતિ કરનેસે તો પુણ્યબંધન હોતા હૈ, ઉસમેં ધર્મ નહિ હોતા. અપના આત્માની સ્તુતિ કરનેસે હી ધર્મ હોતા હૈ. ૧૪૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com