________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૨૯ ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે' –તે આ આત્મભાવના. સ્વાભાવિક જ્ઞાન ને આનંદ જેનો એક સ્વભાવ તે હું છું પણ ભેદ તે હું નહીં. રાગ તો હું નહીં પણ ભેદ પણ હું નહીં, હું તો સ્વાભાવિક સહજ શુદ્ધ જ્ઞાન ને આનંદ જેનો સ્વભાવ છે એવો એક છું. શાસ્ત્ર વાંચીને કરવાનું તો આ છે. ચારે અનુયોગનો સાર આ છે. કેવો છે જ્ઞાનાનંદ? –કે સ્વાભાવિક સહજ શુદ્ધ જ્ઞાનાનંદ છે, કુત્રિમ નથી. ૫૨નો કરવાવાળો તો નથી પણ રાગવાળો છું તેમ પણ નથી, અરે! પર્યાયવાળો છું તેમ પણ નથી. શ્રી સમયસારની ૩૦ ગાથાની શ્રી જયસેનાચાર્યકૃત ટીકામાં આવે છે કે ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે ‘ જે સકનિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વ૨શુદ્ધ-પારિણામિકપરમભાવલક્ષણ નિજપ૨માત્મદ્રવ્ય તે હું છું, પરંતુ એમ નથી ધ્યાવતા કે ‘ખંડજ્ઞાનરૂપ હું છું’ ૧૩૨.
* શ્રોતા:- પરની પર્યાયને પરદ્રવ્ય કહો પણ સ્વની નિર્મળ પર્યાયને પણ ૫૨દ્રવ્ય કેમ કહો છો ?
પૂજ્ય ગુરુદેવઃ- ૫દ્રવ્યના લક્ષે થતાં રાગની જેમ નિર્મળ પર્યાયના લક્ષે પણ રાગ ઉઠતો હોવાથી એ પણ ખરેખર પદ્રવ્ય છે. તેને દ્રવ્યથી સર્વથા ભિન્ન છે-એમ જોર દીધા વિના દૃષ્ટિનું જોર દ્રવ્ય ઉપર જતું નથી. તેથી નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય, પરભાવ ને હૈય કહી છે. પર્યાય ઉપર પ્રેમ છે તેનું લક્ષ ૫૨દ્રવ્ય ઉપ૨ જાય છે, તેથી તેને પરદ્રવ્યનો જ પ્રેમ છે. પરમસત્સ્વભાવ એવા દ્રવ્યસામાન્યની ઉપ૨ લક્ષ જવું તે અલૌકિક વાત છે. ૧૩૩.
* વર્ણાદિ પુદ્દગલ જીવમાં નથી એ તો ઠીક, અને રાગાદિ વિકાર પણ જીવમાં નથી એ પણ ઠીક, પરંતુ સંયમલબ્ધિસ્થાન અને ગુણસ્થાનના જે ભેદો પડે છે તે પણ જીવમાં નથી કેમ કે અનુભૂતિમાં ભેદ ભાસતો નથી તેથી તે ભેદો જીવમાં નથી પણ પુદ્દગલના પરિણામ છે તેમ કહ્યું છે. ૧૩૪.
* જેણે આત્મામાંથી રાગ-દ્વેષનો નાશ કર્યો, અલ્પજ્ઞતાનો નાશ કર્યો અને વીતરાગ સર્વજ્ઞપણું પ્રગટ કર્યું છે તેવા પરમાત્મા જેવો જ હું છું. મારી અને પરમાત્માની જાતમાં કાંઈ ફેર નથી. ભગવાન સર્વજ્ઞે જે દશાને પ્રાપ્ત કરી છે તેવી દશાને ધ૨ના૨ો શક્તિવાન હું પોતે જ જિનેન્દ્ર છું. ૧૩૫.
* ખરેખર તો વિકારી પર્યાય પર્યાયને કારણે થાય છે. જ્ઞાયક પ્રભુ એનો પણ જાણનાર દેખનાર છે, અને સંવ૨-નિર્જરાની પર્યાય પણ પર્યાયને કારણે થાય છે અને મોક્ષની પર્યાય પણ પર્યાયને કારણે થાય છે. મોક્ષમાર્ગને કારણે મોક્ષ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com