________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
૩૬ ]
સ્વ કે ૫૨ કોઈ દ્રવ્યને, કોઈ ગુણ ને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી ગયું, એકલો વીતરાગી જ્ઞાતાભાવ જ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ. બસ! જ્ઞાનમાં જ્ઞાતાદ્રષ્ટાપણું રહેવું તે જ સ્વરૂપ છે, તે જ બધાનો સાર છે. અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે તેને કયાંક ૫૨માં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે; જ્ઞાતાભાવને ચૂકીને કયાંક પણ ફરેફાર કરવાની બુદ્ધિ તે મિથ્યા બુદ્ધિ છે. ૧૫૭.
* સર્વજ્ઞના અસ્તિત્વને સિદ્ધ કરીને તારી પ્રગટ પર્યાયમાં સિદ્ધપણું નથી તેમાં સિદ્ધોને સ્થાપીએ છીએ તેથી તું સિદ્ધનું લક્ષ કરીને અમને સાંભળજે, તું જરૂર સિદ્ધ થઈશ. વર્તમાન પર્યાય અલ્પજ્ઞ હોવા છતાં તું શ્રોતા તરીકે સાંભળવા આવ્યો છો તો તારી પર્યાયની એટલી તાકાત હું જોઉં છું-મારા જ્ઞાનમાં એમ આવ્યું છે કે તું અનંતા સિદ્ધોને સ્થાપી શકે તમે છો! અને તું પણ તેમ જોઈ શકે છો! આહાહા! ‘વંવિત્તુ સસિદ્ધે' નો આ ભાવ તો જુઓ! અનંતા સિદ્ધોને તારી પર્યાયમાં સ્થાપીએ છીએ, તું નહીં રાખી શકે એ પ્રશ્ન જ નથી. અનંતા સિદ્ધોને તારી પર્યાયમાં સ્થાપીએ છીએ તેથી તારું લક્ષ અલ્પજ્ઞપણે નહીં રહી શકે, તારું લક્ષ સર્વજ્ઞ ઉ૫૨ ૨હેશે. માટે સર્વજ્ઞ ઉપર લક્ષ રાખીને અમને સાંભળજે. ૧૫૮.
* કોઈ વ્યક્તિ હાથીનું કે અશ્વનું રૂપ લઈને આવે, વેશપલટો કરે તોપણ જોનારને કુતૂહલ ઊપજે; પરંતુ જીવે પોતાના ત્રિકાળી જ્ઞાયક ભગવાનનાં દર્શન માટે કયારેય સાચું કુતૂહલ જ કર્યું નથી. કુતૂહલ એટલે કૌતુક, જિજ્ઞાસા, આશ્ચર્ય, મહિમા અહા! રાગના પડદા પાછળ અંદર આ ત્રિલોકીનાથ જ્ઞાયક બાદશાહ શી ચીજ છે તેને પ્રેમપૂર્વક જોવાનું સાચું કુતૂહલ જ જીવે કદી કર્યું નથી-વર્તમાન પર્યાયમાં ત્રિકાળી ધ્રુવ પ્રભુની વિસ્મયતા આવી નથી. ૧૫૯.
* જગતની જે ચીજ જે કાળે જેમ પરિણમવાની છે તે તેમ જ પરિણમશે, તેનો તો જીવ કર્તા નથી પરંતુ જે પર્યાય થાય-નિર્મળ પર્યાય થાય તેનો પણ કર્તા નથી. તે પર્યાય પણ ક્રમબદ્ધ થાય છે. ચૈતન્યને જાણતું જે જ્ઞાન પ્રગટ થાય છે તે પણ ક્રમબદ્ધ થાય છે, તેનો કર્તા પણ ધ્રુવતત્ત્વ નથી. પોતે જ્ઞાનસ્વરૂપ છે એવી દૃષ્ટિ થતાં તે કાળે બાહ્યમાં જગતના જે પરિણામ થાય છે તે ક્રમબદ્ધ થાય છે તેમ તે જાણે છે ને તે જાણવાની પર્યાય પણ ક્રમબદ્ધ થાય છે, તેનો પણ ત્રિકાળી જીવ કર્તા નથી. જગતના પરિણામ-ક્રિયા તો ક્રમબદ્ધ છે જ પણ સ્વરૂપની દષ્ટિ કરતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com