________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૯
દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] મહિમા આવે નહીં, એની ગંભીરતા ભાસતાં આત્માનો એવો મહિમા આવે કે એ મહિમા આવતાં આવતાં એ મહિમા વિકલ્પને ઓળંગી જાય છે, વિકલ્પને તોડવો પડતો નથી પણ તૂટી જાય છે ને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. ૧૬૮.
* ભાઈ ! આ વીતરાગે કહેલાં તત્ત્વની વાતો બહુ ઝીણી ને અપૂર્વ છે. જે પુણ્ય-પાપના ભાવો છે, રાગ-દ્વેષ છે, દયા, દાન, ભક્તિ, કામ, ક્રોધ આદિના ભાવો છે-એ બધાં પુદ્ગલના પરિણામ છે. આહાહા! પ્રભુ ! તારી દશામાં થતાં દયા, દાન, કામ, ક્રોધાદિના શુભાશુભ ભાવો તે તારા નહિ, પણ પુદ્ગલના પરિણામ છે. તું તો આનંદસ્વરૂપ શાંતિનો સાગર છો. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપે છે તે દયા, દાન, કામ, ક્રોધરૂપે કેમ પરિણમે? ભાઈ ! તારું ઘર તો જ્ઞાનાનંદસ્વરૂપ છે, તેમાં ઠરવું એ તારી ચીજ છે. તું રાગ-દ્વેષ સુખ-દુ:ખરૂપે કેમ પરિણમે ? એ તો પુદ્ગલકર્મનો સ્વાદ છે, એ તારો સ્વાદ નથી. જેમ જળ અને અગ્નિની શીત-ઉષ્ણ પર્યાય છે તે પુદ્ગલની છે, પુદ્ગલથી અભિન્ન છે ને તેનો અનુભવ-જ્ઞાન તે આત્માની પર્યાય છે, તેમ રાગ-દ્વેષ સુખ-દુઃખના પરિણામ થાય છે તે પુદ્ગલની પર્યાય છે, પુલથી અભિન્ન છે ને તેનો અનુભવ-જ્ઞાન તે આત્માની પર્યાય છે. જેમ શીત-ઉષ્ણ અવસ્થારૂપે આત્માને પરિણમવું અશકય છે તેમ રાગ-દ્વેષ, સુખ-દુઃખરૂપે આત્માને પરિણમવું અશકય છે. જેણે શુભ-અશુભની કલ્પનાથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને અનુભવ્યો છે તે જ્ઞાનીને શુભાશુભરૂપે થવું અશકય છે. ભલે હજુ અધુરી દશામાં રાગ આવશે પણ તેનો જાણનાર રહે છે. આહાહા! અહીં રાગદિ પરિણામને આત્માથી ભિન્ન પુદ્ગલ-પરિણામ કહે છે ને જગત એ શુભરાગથી ધર્મ થવાનું માને છે! વીતરાગ સર્વશે કહેલું તત્ત્વ જગતને કઠણ પડે એવું છે. આવી વાતો તો જેના ભાગ્ય હોય તેને સાંભળવા મળે છે. અબજો રૂપિયા મળે તેને અહીં ભાગ્યશાળી કહેતા નથી અલૌકિક વાતો છે. ૧૬૯.
* સંતો કહે છે કે ભાઈ ! તારી પર્યાયને જોવાની આંખને સર્વથા બંધ કરી દે! દેવ-ગુરુ પંચપરમેષ્ઠી આદિને જોવાનું તો બંધ કરી દે પણ ભાઈ ! તારી પર્યાયને જોવાની આંખને સર્વથા બંધ કરીને તારા દ્રવ્યને જોવાની આંખને ખુલ્લી કરીને જો ! ભાઈ ! આ તો પ્રવચનસાર એટલે સંતોના હૃદયના કાળજા છે, એ સંતો એમ કહે છે કે ભાઈ ! તારી પર્યાયને જોવાની આંખને સર્વથા બંધ કરી દે. નરકાદિ પર્યાયને જોવાની આંખ તો બંધ કરી દે પણ સિદ્ધ પર્યાયને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com