________________
[ ૨૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] પર્યાયની સત્તા ધ્રુવમાં એકરૂપ થતી નથી, પર્યાયની સત્તા ધ્રુવની સત્તાથી ભિન્ન છે માટે નિર્મળ પર્યાયનો કર્તા સ્વ-દ્રવ્ય-શુદ્ધ પારિણામિકભાવ નથી. ૧૨૪.
* રાગ જીવની જ પર્યાયમાં થાય છે અને તેથી પ્રમાણ-અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાય એક વસ્તુ હોવા છતાં, દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ અને ધ્રુવ જ્ઞાયકરૂપ છે અને રાગાદિ પર્યાય તો જીવવસ્તુનો ક્ષણિક વિભાવભાવ છે. માટે ધ્રુવ દ્રવ્ય અને ક્ષણિક વિભાવ પર્યાય વચ્ચે તદ્અભાવસ્વરૂપ અન્યત્વ છે. બન્ને ભિન્ન છે. રાગાદિ વિભાવ તો ભિન્ન છે જ, પણ સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાય પણ ત્રિકાળી ધ્રુવથી અતભાવસ્વરૂપે ભિન્ન છે, કેમ કે એક સમયની નિર્મળ પર્યાયમાં આખું ધ્રુવ તત્ત્વ આવી જતું નથી, વર્તમાન પર્યાય જેવડું થઈ જતું નથી. ધ્રુવમાં જેટલું ભાવસામર્થ્ય છે તેટલું શ્રદ્ધાનમાં આવે, પણ મૂળ ધ્રુવ ચીજ ક્ષણિક પર્યાયરૂપ થાય નહિ. વસ્તુનો ધ્રુવ અંશ અને પલટતો અંશ સંજ્ઞા-લક્ષણ-પ્રયોજન અપેક્ષાએ ભિન્ન છે. આહાહા ! આવી વાત કોઈ દી સાંભળી ન હોય. ૧૨૫.
* ધ્રુવ છું ને શુદ્ધ છું ને પરિપૂર્ણ છું ઈ બધા વિકલ્પો છે; ભોગીના ભોગનું મૂળ છે. પહેલાં અશુભને ચોંટયો હુતો પછી શુભને ચોંટયો, પણ ઈ તો ઈ ને ઈ દશા છે! દષ્ટિને ધ્રુવ ઉપર લઈ જવાની વાત છે. ૧૨૬.
* રે દુરાત્મન્ ! હે દુષ્ટ આત્મા! ! અરે તું શું માને છે! રાગથી ભિન્ન ચૈતન્ય ચમત્કાર તારી ચીજ છે તેને તો તું જાણતો ને માનતો નથી ને રાગાદિને તારી ચીજ માને છો ! તારી દષ્ટિ મૂઢ છે. રાગમાં સુખબુદ્ધિ છે તેથી આનંદકંદ પ્રભુ ઢંકાઈ ગયો છે. રાગના વિકલ્પમાં સુખ છે, મજા છે એમ માનનારને સ્વભાવભાવ ઢંકાઈ ગયો છે. બીજી રીતે રાગ છે તે અજીવ છે, એ અજીવભાવમાં રોકાવાથી તેને જીવભાવ ઢંકાઈ ગયો છે રાગને જે દેખે છે તે અજીવને દેખે છે, અચેતનને દેખે છે. રાગ છે તે ચૈતન્યરૂપી સૂર્યનું કિરણ નથી એ કારણે રાગને અચેતન કહીને પુદગલ કહ્યું છે. સાંભળવાનો જે રાગ છે એ રાગ પણ પુદગલ છે. એ ચૈતન્યસ્વભાવથી વિપરીત સ્વભાવ છે. હે દુરાત્મન્ ! તું એ પુદ્ગલને તારો કેમ માને છે? ૧૨૭.
* વસ્તુ તો અજીવ અને આસ્રવ વગરની છે. હવે એની નજર પર્યાય ઉપર છે, એ દ્રવ્ય ઉપર કરવાની છે, એટલી જ વાત છે. વસ્તુમાં તો અજીવ અને આસ્રવ છે જ નહીં. પર્યાય ઉપર એની નજર છે. એ નજર દ્રવ્ય ઉપર કરવાની છે. પર્યાય તે હું નહીં-એમ નહિ, પરંતુ પર્યાય જ અંદર ધ્રુવ ઉપર જાય ત્યારે દષ્ટિ કરે. પર્યાય ધ્રુવ ઉપર ગઈ તેની તેને પોતાને ખાતરી કયારે થાય કે પર્યાય ધ્રુવ ઉપર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com