________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૩૩ * સ્વ-પરને જાણવાની યોગ્યતા પર્યાયની પોતાની છે તેથી તેને જાણે ત્યારે જ્ઞય તેમાં જણાયા એમ નિકટપણાને લીધે કહેવામાં આવે છે. જ્ઞાનની એક સમયની પર્યાય અનંતા દ્રવ્યોને જાણે છે ને પર્યાયમાં અનંતા દ્રવ્યો જણાવા લાયક છે તેમ કહેવું તે પણ વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાનની એક સમયની પર્યાય સ્વયનેભગવાન આત્માને જાણે ત્યાં અનંતા પરયો તેમાં જણાય જાય એવી તે પર્યાયની શક્તિ છે. ૧૪૯.
* આત્મા સ્વભાવે પરમાત્મસ્વરૂપ છે, રાગાદિ તો તેના નથી પણ અલ્પજ્ઞતા પણ તેની નથી, એ તો સર્વજ્ઞ પરમાત્મપ્રભુ પોતે છે. તેને બદલે એમ માને કે શુભાશુભ ભાવ મારા છે, રાગ તથા દયા-દાનની ક્રિયાવાળો હું છું, તો તેણે પરમાત્માને જડ માન્યો છે. પરમાણુમાં થતી ક્રિયાઓ જડ છે એ તો ઠીક, પણ પુગલના સંગે થતી પુણ્ય-પાપની ક્રિયાનો ભાવ તે પણ અચેતન છે. તેમને આત્માના માનનાર આત્માને અજીવ માની રહ્યા છે. ૧૫૦.
* આ જીવને બાદર કહ્યો, સૂક્ષ્મ કહ્યો, એકન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય પર્યત કહ્યો તથા પર્યાય અપર્યાપ્ત કહ્યો, દેહની સંજ્ઞાને જીવસંજ્ઞા કહી, તે સર્વે પરની પ્રસિદ્ધિને લીધે “ઘીના ઘડા” ની જેમ વ્યવહાર અપ્રયોજનાર્થે છે, પ્રયોજનભૂત નથી. ઘીનો ઘડો ” એવો વ્યવહાર છે તેમ જીવસ્થાનવાળો જીવ વ્યવહારથી કહેવાય છે, પરંતુ દ્રવ્યસ્વરૂપ જોતાં તે જૂઠો છે. ૧૫૧.
* સંસાર-અવસ્થા છે ત્યાં સુધી જીવને રાગ સાથે તન્મયપણું છે એમ જ્યાં સુધી જીવ માને છે ત્યાં સુધી તે મિથ્યાદષ્ટિ છે. જો સંસાર-અવસ્થામાં પણ જીવ રાગાદિ સાથે તન્મય થઈ જાય તો જીવ રૂપી થઈ જાય. કેમ કે રાગાદિ અચેતન છે તેને પોતાના માને તો તેણે આત્માને અચેતન માન્યા છે. ૧૫ર.
* અરે! અશુદ્ધ પરિણતિની વાત તો કયાંય રહી, પણ અહીં તો એમ કહે છે કે ચોથા ગુણસ્થાનથી માંડીને ચૌદમા ગુણસ્થાન સુધીની જે નિર્મળ દશા છે તે પણ જીવને નથી, જીવમાં નથી, પણ તેઓ પુગલદ્રવ્યના પરિણામમય છે. આચાર્યદવે ગજબ વાત કરી છે ને! ત્રિકાળી શુદ્ધ નિર્વિકલ્પ પરમ તત્ત્વની દષ્ટિ પૂર્વક જે અયોગી કેવળીનું ગુણસ્થાન પર્યાયમાં પ્રગટ થયું તે પણ પુદ્ગલના પરિણામમય કહ્યાં છે! કેમ કે આ સઘળાય ગુણાસ્થાનો જીવની પર્યાયસ્થિતિને જણાવે છે, ત્રિકાળી વસ્તુસ્વભાવને બતાવનારા તેઓ નથી. તેમના લક્ષે તો વિકલ્પ ઊઠે છે, તેમના લક્ષે વસ્તુસ્વભાવનું લક્ષ ચૂકી જવાય છે. માટે તેઓ જીવના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com