________________
[૧૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
* ગમે તે પ્રસંગમાં પ્રત્યેક પળે જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન નિજ આત્માને જ અગ્ર રાખવો. પ્રતિક્ષણ પૂર્ણાનંદના નાથને-જ્ઞાયક પ્રભુને મુખ્ય રાખ. અનાદિ અજ્ઞાનથી જીવને પર્યાયની, શુભાશુભ રાગની ને વ્યવહારની પ્રમુખતા રહી છે; હવે તે છોડી, આનંદકંદ શુદ્ધ શાયકને ઓળખી તેને જ દષ્ટિમાં ઊર્ધ્વ રાખ. દષ્ટિમાં ધ્રુવ જ્ઞાયકની પ્રમુખતા છૂટી જાય તો સમ્યગ્દર્શન રહે નહિ. ૮૬.
* ચક્ષની માફક આત્મા માત્ર જાણે-દેખે જ છે; પરને તો કરતો નથી, રાગાદિને તો કરતો નથી, પણ સંવર-નિર્જરા ને મોક્ષના પરિણામને પણ કરતો નથી. આહાહા! જે થાય તેનો માત્ર જાણનાર... જાણનાર ને જાણનાર જ આત્મા છે. ૮૭.
* જે સમયે જે પર્યાય થવાની છે તે થવાની જ છે એ નિશ્ચય છે-એમાં અજ્ઞાનીને શંકા થાય છે કે એમ માનતા તો નિયત થઈ ગયું? અરે ! નિયત એટલે નિશ્ચય છે અને પર્યાયના નિશ્ચયથી પર્યાયની ને પરની કર્તબુદ્ધિ છૂટી જાય છે એટલે જ્ઞાતાદષ્ટિ થાય છે અને જ્ઞાતાપણું થવું તે ક્રમબદ્ધનું પ્રયોજન છે. ૮૮.
* કરવા-ફરવાનું છે જ કયાં? કરું કરુંની દષ્ટિ જ છોડવાની છે. રાગને કરવાનું તો છે જ નહિ પણ આત્મામાં અનંતા ગુણ છે તેનું પરિણમન પણ સમયે સમયે થઈ જ રહ્યું છે તેને પણ કરે શું? ફક્ત તેના ઉપરથી દષ્ટિ છોડીને અંદરમાં જવાનું છે. ૮૯.
* સંસારી જીવમાં સાંસારિક ગુણો એટલે કે વિકારી પર્યાય હોય છે ને સિદ્ધને સદા નિર્વિકારી પર્યાય હોય છે. વિકાર કે અવિકાર અવસ્થા પર્યાયમાં અસ્તિત્વ ધરાવે છે. વર્તમાન વર્તતી પરિણતિમાં તે તે પર્યાયની અસ્તિ છે ખરી. તોપણ તેઓ વસ્તુસ્વભાવમાં નથી, ત્રિકાળી ધ્રુવસામાન્ય એકરૂપ દ્રવ્યમાં તેમની અસ્તિ છે જ નહીં. ૯૦.
* એકલો પુરુષાર્થ કરું.. પુરુષાર્થ કરું. કરું. કરું.. કરું. એવી એકાંત પુરુષાર્થની બુદ્ધિ રહે–એકાંત પુરુષાર્થબુદ્ધિ રહે તે પણ મિથ્યાત્વ છે. પાંચ સમવાયનું ભેગું આવવું જોઈએ. તે પાંચ સમવાયનું સાથે આવે ત્યારે તે સહજરૂપ પુરુષાર્થથી સમ્યગ્દર્શનને પામે. ૯૧.
* ચૈતન્યગોળો જ્ઞાનસૂર્ય એકલો જાણનાર જ છે, એને રાગાદિનો કોઈ વળગાડ જ નથી. એ પરિપૂર્ણતાથી ખસ્યો જ નથી, એ રાગ સ્વરૂપે થયો જ નથી, એ રાગને છોડ છે એમ જે કહેવાય છે તે પણ નામમાત્ર કથન છે. ૯૨. * અહો પ્રભુ! તારામાં પ્રભુતા પડી છે, તે પોતે જ પ્રભુ છો. તારા પેટમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com