________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૧૮ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
સર્વજ્ઞ ભગવાન પણ પોતાની ક્રમસર જે પર્યાય થવાની તેના કર્તા નથી,
જાણનાર છે. ૮૦.
* નિઃસંદેહપણે તું આમ જાણ કે દેહમાં બિરાજમાન દેહથી ભિન્ન પરમાત્મા પોતે છે. રાગ દ્વેષ તો ભિન્ન છે, શરીર ભિન્ન છે, તે તો કયાંય રહ્યાં પણ પરમાત્માને જાણવાવાળી જે દશા છે તે નાશવાન છે, તેમાં અવિનાશી પ્રભુ વસ્યો નથી. આવો મહિમાવંત ત્રણલોકનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ તને મળવા આવ્યો–પર્યાયમાં ભેટો કરવા આવ્યો છે ત્યારે તેં રાગની સાથે ભેટો કરીને તેનો અનાદર કર્યો છે. ૮૧.
* જેને પર્યાયની હયાતીનો જ સ્વીકાર છે એને ત્રિકાળી સ્વભાવની હયાતીનો અસ્વીકાર થઈ જાય છે. અનાદિથી પર્યાયને જ સતરૂપે-હયાતીરૂપે દેખી હતી એને ભૂલી જા! ને ત્રિકાળી સ્વભાવને ભૂલી ગયો હતો તેને જો! સ્મરણ કર! પર્યાયની રુચિમાં, આખો શાયભાવ છે એ દૃષ્ટિમાં આવતો નથી જ્ઞાયકભાવની રુચિ થતાં જ્ઞાનમાં સંવ૨-નિર્જરા-મોક્ષપર્યાયનું જ્ઞાન યથાર્થ થાય છે, પણ એ પર્યાયની દૃષ્ટિ હોતી નથી. ૮૨.
* શ્રોતાઃ- ક્રમબદ્ધમાં ક્રમબદ્ધની વિશેષતા છે કે દ્રવ્યની ?
પૂજ્ય ગુરુદેવઃ- ક્રમબદ્ધમાં જ્ઞાયકદ્રવ્યની વિશેષતા છે. ક્રમબદ્ધમાં અકર્તાપણું સિદ્ધ કરીને જ્ઞાયકપણું બતાવવું છે. ૮૩.
* સાધ્ય એવો જે આત્મા તેના પ્રતિચ્છંદના સ્થાને સિદ્ધભગવંતો છે. દ્રવ્યસ્તુતિ દ્વારા ‘હૈ સિદ્ધ પરમાત્મા!' એમ કહે છે ત્યાં ભાવસ્તુતિ દ્વારા પોતાના આત્મામાં પડઘો પડે છે કે ‘હું સિદ્ધ પરમાત્મા !' આ રીતે સાધ્ય તો માત્ર પોતાનો આત્મા જ છે પણ સિદ્ધભગવંતો સાધ્યના પ્રતિચ્છંદના સ્થાને છે. એવા તે સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને, સિદ્ધ સમાન મારું દ્રવ્ય છે, સિદ્ધરૂપે જ મારું સ્વરૂપ છે, એવા સિદ્ધસ્વરૂપ નિજ આત્માને ધ્યાઈને, સંસારી જીવો તેમના જેવા થઈ જાય છે. ૮૪.
* સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પહેલાં જિજ્ઞાસુની ભૂમિકામાં પણ ત્રિકાળી ધ્રુવ આત્માને જ અધિક રાખવાનો પુરુષાર્થ કરવો. અધિક એટલે ૫૨થી ભિન્ન. સમયસારની ૩૧મી ગાથામાં આવે છે: ‘ગાળસહાવાધિઅં મુળવિ આવું' જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્માને. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયોથી વિષયોમાં દેવ-શાસ્ત્ર-ગુરુ પણ આવી ગયા-ભિન્ન પોતાના પૂર્ણજ્ઞાનસ્વભાવી આત્માની નિર્મળ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે અને સાથેનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. ૮૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
...