________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬]
દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર પરમાત્મપણે બિરાજમાન છે. એવા વીતરાગી પરમાત્માનો-છે તેનો આદર કર્યો,
સ્વીકાર કર્યો ને આશ્રય કર્યો ત્યારે અનુભૂતિ થાય છે. તે એક જ કર્મથી છૂટવાનો ઉપાય છે. માટે હે જીવ! ટંકોત્કીર્ણ જ્ઞાયક એક શુદ્ધ સ્વભાવનો સ્વીકાર કર, એ જ કર્તવ્ય છે. ૭ર.
* જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું? અને જે નહિ થવાવાળી છે તેને પણ કરવું શું? એવો નિશ્ચય કરતાં જ કર્તુત્વબુદ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે. સર્વજ્ઞ ત્રિકાળી જાણનાર-દેખનાર છે એમ હું પણ ત્રિકાળીને જાણવા-દેખવાવાળો જ છું. એવા ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનો નિશ્ચય કરવો એ જ સમ્યગ્દર્શન છે. ૭૩.
* શ્રોતા- જીવ રાગ-દ્વેષની પર્યાયને ન ફેરવી શકે, પણ શ્રદ્ધાની પર્યાયને ફેરવી શકે એમ ને?
* પૂજ્ય ગુરુદેવઃ- બધી પર્યાયને ફેરવી શકે; ન ફેરવી શકાય એમ નક્કી કરવા જાય ત્યાં દષ્ટિ સ્વભાવ ઉપર જાય છે ત્યાં પર્યાયની દિશા જ આખી ફરી જાય છે. જ્ઞાયકસ્વભાવ છું એમ નિર્ણય કર્યો ત્યાં બધું જેમ છે તેમ છે, ફેરવવું ને ન ફેરવવું શું? જેમ છે તેમ છે. નિયતનો નિશ્ચય કરવા જાય ત્યાં જ સ્વભાવનો પુરુષાર્થ સાથે જ છે અને રાગ પણ મંદ પડી ગયો છે. જ્ઞાનસ્વભાવ છું એમ નક્કી થઈ ગયું પછી બધું જેમ છે તેમ છે. ગ્રહવા યોગ્ય બધું ગ્રહાઈ ગયું ને છોડવા યોગ્ય બધું છૂટી ગયું. જ્ઞાતાનો પુરુષાર્થ ચાલુ જ છે. રાગ ઘટતો જાય છે એટલે પૂર્ણ વીતરાગતા થઈ જશે. ૭૪.
* ક્રમબદ્ધમાં પુરુષાર્થ ઊડી જાય એવો અજ્ઞાનીને ડર લાગે છે. પણ ખરેખર તો ક્રમબદ્ધ માને તેની દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. એમાં જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ માનતા ફેરફારની દૃષ્ટિ છૂટી જાય ને સામાન્યદ્રવ્ય ઉપર દષ્ટિ જાય એ જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ નક્કી કરવા જાય ત્યાં હું પરનું કરી દઉં, વ્યવહારથી નિશ્ચય થાય એ બધું ઊડી જાય ને અંદર ઠરી જવાનો રસ્તો થાય. ૭૫.
* અરે પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ છો ને! તારી સત્તા છે... છે. છે... ત્યાં નજર જતી નથી. નજરના પુરુષાર્થમાં આખો ભગવાન દેખાય છે. અહીં તો આચાર્યદવ કહે છે કે સંસારીમાં ને સિદ્ધમાં કઈ નયથી ભેદ પાડું? શુદ્ધનયને જ ગણવામાં-ગણતરીમાં લેવામાં આવી છે. વ્યવહારનો તો ઉપહાસ કરવામાં આવ્યો છે. સંસારીમાં ને સિદ્ધમાં કાંઈ પણ ભેદ નથી તો કઈ નયથી ભેદ જાણું? ૭૬. * સર્વજ્ઞ પરમાત્માનો આ પોકાર છે. સર્વજ્ઞ પરમાત્મા સૌને નિજ સત્તાએ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com