________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર થતો નથી એ જ દોષ છે. પરનું માહામ્સ આવે છે અને પોતાના સ્વભાવનું માહાભ્ય આવતું નથી એ જ દોષ છે. લ્યો! સંક્ષેપમાં આ દોષ છે. ૧૧૨.
* તું ચૈતન્યમૂર્તિ જાણનાર દેખનાર આનંદકંદમૂર્તિ છો-એમ ભગવાને જોયું છે. તું રાગવાળો છો એમ ભગવાને તને જોયો નથી પરંતુ હું જાણનાર-દેખનાર છું એમ તે તને ન જતાં, પરને જાણતાં તારામાં જે રાગાદિ થાય છે તે સ્વભાવને લઈને થયા નથી કે પરને જાણવાથી થયા નથી તોપણ પર ચીજને જાણવા ઉપરાંત આ ચીજ મને ઠીક પડે છે ને અઠીક પડે છે એવી મિથ્યાભ્રાંતિ તેં પોતે ઊભી કરી છે. ૧૧૩.
* પરદ્રવ્યને અને આત્માને અત્યંત અભાવ છે એ તો વ્યવહારની નીતિના વચનથી આવે છે, પરંતુ અધ્યાત્મદ્રષ્ટિથી તો વિકારને અને આત્માને અત્યંત અભાવ છે. ચૈતન્યગોળો વિકારથી ભિન્ન એકલો છૂટો જ પડ્યો છે એને દેખ ! જેમ તેલ પાણીના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, પાણીના દળમાં પેસતું નથી, તેમ વિકાર ચૈતન્યના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, ચૈતન્યદળમાં પેસતો નથી. ૧૧૪.
* રાગ એ મારામાં છે અને એને મારે ઘટાડવો છે-એ દષ્ટિ જ મિથ્યા છે રાગનો હું કર્તા નથી. રાગ મારાથી ભિન્ન છે. રાગનો હું જ્ઞાતા છું. એવી દષ્ટિ કરતાં રાગ ઘટી જાય છે. ૧૧૫.
* જે ગુણની જે કાળે જે પર્યાય વિપરીત થવાની તે થવાની છે પણ વિપરીત પર્યાયને હેયરૂપ જાણવી જોઈએ. છોડવા મૂકવાની વાત નથી પણ માન્યતામાં છોડવાની વાત છે. ૧૧૬.
* ભાઈ ! તારે પુણ્ય-પાપના દુઃખરૂપ ભાવથી નિવર્તવું હોય તો પહેલાં નિર્ણય કર કે એ પુણ્ય-પાપના ભાવનો સ્વામી પુદ્ગલ છે અને પુણ્ય-પાપના ભાવ થશે તેના સ્વામીપણે નહીં પરિણમનારો તે હું છું. તું વિકલ્પ દ્વારા પણ એવો નિર્ણય કર કે પુણ્ય-પાપનો સ્વામી પુગલદ્રવ્ય છે ને ભવિષ્યમાં જે પુણ્ય-પાપના ભાવ થશે એના સ્વામીપણે નહીં પરિણમનારો હોવાથી હું મમતારહિત છું. આત્મામાં અનંતા અનંતા ગુણો હોવા છતાં વિકારને કરે એવો કોઈ ગુણ નહીં હોવાથી પુણ્ય-પાપનો સ્વામી પુદગલદ્રવ્ય છે, એ પરિણામના સ્વામીપણે નહીં પરિણમનારો હું છું-એમ વિકલ્પ દ્વારા પ્રથમ ભૂમિકામાં રાગમિશ્રિત વિચારદશામાં આ નિર્ણય કર. વર્તમાનમાં તો પુણ્ય-પાપનો સ્વામી પુદગલ છે, પણ ભવિષ્યમાં જે પુણ્ય-પાપ થશે તેના સ્વામીપણે નહીં પરિણમનારો હોવાથી હું મમતારહિત છે. ૧૧૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com