________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૨૩
રાગ આવશે ખરો, પણ રાગના સ્વામીપણે હું પરિણમતો નથી. કેમકે સ્વ-સ્વામી નામનો મારો ગુણ હોવાથી દ્રવ્ય-ગુણ તે મારા સ્વ ને હું તેનો સ્વામી છું. મારામાંથી જે નીકળી જાય છે અને પુદ્દગલદ્રવ્ય જેનો સ્વામી છે એવા રાગનો સ્વામી હું સદાય નહીં થતો હોવાથી મમત્વહીન છું. રાગના સ્વામીપણે નહીં થવું એ મિથ્યાત્વના ત્યાગની વિધિ છે. ૧૦૮.
* અનાદિથી આ જીવે અજ્ઞાનદશાને કા૨ણે મોહના અનુભવના પ્રભાવને લીધે હું પોતે જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા છું એવી દષ્ટિ કરી નથી. પોતાની પ્રભુતાનો તેણે કદી વિશ્વાસ કર્યો નથી. વર્તમાન વર્તતી પામર દશા વખતે જ હું શક્તિપણે પરિપૂર્ણ પરમાત્મતત્ત્વ છું એમ તેને ભાણ્યું નથી. તેથી પૌદ્ગલિક કર્મ જેનું નિમિત્ત છે એવા મોહના અનુભવની જ અનાદિની પર્યાયમાં તેને પ્રબળતા રહી છે. ૧૦૯.
* શ્રોત્રની ભાવેન્દ્રિય શબ્દને જાણે, તે રીતે એક એક ઇન્દ્રિયો પોતપોતાના વિષયો દ્વારા જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે તે ભાવેન્દ્રિય છે. જ્ઞાનને ખંડખંડ જણાવનારી ભાવેન્દ્રિય તે જ્ઞાયકનું પજ્ઞેય હોવા છતાં તે ભાવેન્દ્રિયને જ્ઞાયકની સાથે એકતા માનવી તે મિથ્યાત્વ છે. ખંડખંડપણે પરને જાણવાની યોગ્યતાવાળો ભાવ એ પણ ખરેખર પરજ્ઞેય છે, તેની સાથે જ્ઞાયકની એકતા કરવી-માનવી તે પણ સંસાર છે. અગિયાર અંગ ને નવ પૂર્વની લબ્ધિ તે પણ ઇન્દ્રિયજ્ઞાન છે, તે જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે. ૧૧૦.
* દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ થાય છે. દરેક જીવ કે જડની પર્યાયનો જે જન્મક્ષણ છે તે જ સમયે તે પર્યાય ક્રમબદ્ધ થાય છે, તેને ઇન્દ્ર, નરેન્દ્ર, કે જિનેન્દ્ર પણ ફેરવવા સમર્થ નથી. આહાહા! જીવ એકલો જ્ઞાતા છે. અહીં અકર્તાપણાની ઉત્કૃષ્ટતા બતાવે છે કે ઇશ્વર જગતનો કર્તા છે એ વાત તો જૂઠી છે જ અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે એ પણ જુઠું છે અને તે તે દ્રવ્ય તેની પોતાની પર્યાયને કે જે તેના જન્મક્ષણે-સ્વકાળે ક્રમબદ્ધ થવાની છે તેને આડી-અવળી કે આઘી-પાછી કરી શકે એમ પણ નથી. જે સમયે જે પર્યાય ક્રમબદ્ધ થવાની છે તેને અન્ય નિમિત્તની અપેક્ષા તો નથી જ પણ એના દ્રવ્યની પણ અપેક્ષા નથી. આવી વસ્તુની સ્થિતિ છે. ૧૧૧.
* શ્રોતાઃ- સાહેબ! અનુભવ થતો નથી તો અમારો શું દોષ છે?
પૂજ્ય ગુરુદેવઃ- એ... આ ૫૨નો ઉત્સાહ આવે છે એ જ દોષ છે, અને
પોતાનો ઉત્સાહ નથી આવતો એ જ દોષ છે. પરમાં જ સાવધાની રાખે છે અને પોતામાં સાવધાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com