________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] કાતળી પૂર્ણાનંદથી ભરેલ ભગવાન બિરાજે છે. સિદ્ધદશા તો એક સમયની પર્યાય છે અને સિદ્ધસ્વભાવ તો એવી અનંતી પર્યાયનો પિંડ છે. એ દેહાલયમાં સ્થિત સિદ્ધસ્વભાવનું ધ્યાન કરવા યોગ્ય છે. વંદન-સ્તુતિ કરવાયોગ્ય જે ગણધરાદિ છે તે પણ જેમને વંદન-સ્તવનાદિ કરે છે એવા શુદ્ધાત્માનું હે પ્રભાકર ભટ્ટ ! તું ધ્યાન કર; સિદ્ધ પરમાત્મા અને દેહમાં સ્થિત પોતાના આત્મામાં ભેદ ન પાડ. ૧૬.
* શ્રોતાઃ- આ આત્મા ભગવાનની જાતનો જ છે ને? પૂજ્ય ગુરુદેવ - ઈ ભગવાન જ છે, ભગવાનની જાતનો શું? ભગવાન જ છે. શ્રોતા:- સાહેબ ! આપે તો ભગવાન બનાવી દીધા! પૂજ્ય ગુરુદેવઃ- બનાવ્યો નથી, ઈ ભગવાન જ છે. ભગવાન છે એમ
બતાવ્યો છે. ૧૭. * ભાઈ ! તું વિશ્વાસ લાવ! –કે મારા સ્વભાવના આનંદ આગળ બધી પ્રતિકૂળતા અને આખી દુનિયા ભૂલાઈ જાય એવી અદ્દભુત વસ્તુ હું છું. હું વર્તમાનમાં પરમાત્મા જ છું, મારે અને પરમાત્માને કાંઈ ફેર નથી-એમ વિશ્વાસ આવતાં ફેર છૂટી જશે ને પર્યાયમાં પરમાત્મા પ્રગટ થઈ જશે. ૧૮.
* બંધ-મોક્ષના પરિણામથી શૂન્ય ને તેના કારણથી પણ શૂન્ય એવી ત્રિકાળી વસ્તુ તે હું છું. આવો સ્વીકાર આવવો તે જ પુરુષાર્થ છે. પૂર્ણાનંદનો નાથ, રાગ ને વિકાર રહિત, મોક્ષમાર્ગ ને મોક્ષની પર્યાય રહિત, એક અખંડ જ્ઞાયકરસનો પિંડ ત્રિકાળી વસ્તુ તે જ હું છું એમ સ્વ-વસ્તુની મહિમા પૂર્વક તેનો સ્વીકાર આવવો તે જ સમ્યક–પુરુષાર્થ છે, સમ્યગ્દર્શન છે. ૧૯.
* સિદ્ધ છે તે જાણનાર-દેખનાર છે તેમ તું પણ જાણનાર દેખનાર જ છો. અધૂરા પુરાનો પ્રશ્ન જ નથી. જાણનાર–દેખનારથી જરીક ખસ્યો એટલે કર્તૃત્વમાં જ ગયો એટલે સિદ્ધથી જુદો પડ્યો. એક ક્ષણ સિદ્ધથી જુદો પડે તે મિથ્યાદષ્ટિ છે તે યથાર્થ વાત છે. ૨૦.
* પહેલેથી જ સંસ્કાર નાખવા જોઈએ કે હું સિદ્ધ છું, શુદ્ધ છું, પરમાત્મા છું.
૨૧.
* અરે આત્માઓ! તમે સાધારણ છો એમ ન માનો! જેને પૂર્ણ દશા પ્રગટી ગઈ છે એવા સર્વજ્ઞ પરમાત્મા એમ કહે છે કે અરે જીવો! તમે મારી નાતના ને જાતના પૂર્ણ પ્રભુ છો તેને તમે ઊણો કે હીણો ન માનો. અંતરમાં પૂરણ પ્રભુ છો એમ માનો ! ૨૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com