________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર સ્વભાવ સન્મુખના અનંતા પુરુષાર્થ પૂર્વક થાય છે, ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા વીતરાગ સ્વભાવ ઉપર દૃષ્ટિ જાય છે ત્યારે પર્યાયમાં પ્રગટે છે. શ્રી સમયસાર ગાથા ૩૨૦માં કહ્યું છે ને! કે જ્ઞાન બંધ-મોક્ષને કરતું નથી પણ જાણે જ છે. આહાહા! મોક્ષને જાણે છે, મોક્ષને કરે છે એમ કહ્યું નથી. પોતાના થતાં ક્રમસર પરિણામને કરે છે એમ નહિ પણ જાણે છે એમ કહ્યું. ગજબ વાત છે. પ૫.
* નિર્મળ પરિણામ હો કે મલિન પરિણામ હો તેના સ્વકાળે જ તે થાય છે, તે પરિણામનો તે જન્મક્ષણ છે. ખરેખર જે કાંઈ થાય છે તેનો તું જાણનાર છો, આમ કેમ થાય છે એ પ્રશ્ન જ નથી. જે કાળે જે પરિણામ થાય તેનો જાણનાર રહે. અહા પ્રભુ! તારી ગંભીરતાનો પાર નથી, દ્રવ્યસ્વભાવ-ગુણસ્વભાવ-પર્યાયસ્વભાવમહાગંભીરસ્વભાવ છે. પ૬.
* પર્યાયમાં જોવાની છે પોતાની વર્તમાન યોગ્યતા અને દ્રવ્યમાં જોવાનું છે પોતાનું ત્રિકાળી સામર્થ્ય. પરમાં તો એને જોવાનું છે જ નહિ. કર્મને આધીન થઈને રાગ કરે છે એ પરતંત્રતા પણ ભોગવવાની તેની પર્યાયમાં યોગ્યતા છે અને તે જ વખતે તે રાગથી ભિન્ન દ્રવ્યસ્વભાવની શુદ્ધતાનું સામર્થ્ય સદાય એવું ને એવું જ છે એમ દેખે છે. પ૭.
* જીવ પ્રમાણજ્ઞાનના લોભથી નિશ્ચયમાં આવી શકતો નથી–ત્યાં એમ કહેવું છે કે અજ્ઞાની પર્યાયનું અને દ્રવ્યનું જ્ઞાન કરવા જાય છે ત્યાં અનાદિના અભ્યાસથી પર્યાયમાં અહંપણાનું જોર રહેવાથી દ્રવ્યનું જ્ઞાન સાચું થતું નથી. અજ્ઞાનીને એમ થાય છે કે પર્યાય છે ને! પર્યાય છે તો ખરી ને! એમ પર્યાય ઉપર જોર આપવાથી દ્રવ્ય ઉપર જોર આપી શકતો નથી અને તેથી અંદરમાં ઢળી શકતો નથી. પર્યાય નહિ માનું તો એકાન્ત થઈ જશે એવો ભય રહે છે. આ રીતે પ્રમાણજ્ઞાનના લોભથી પર્યાયને ગૌણ કરી દ્રવ્યસન્મુખ ઢળી શકતો નથી. પ૮.
* એક વિચાર આવ્યો કે તીર્થકર જેવાને માતાના પેટમાં આવવું પડે, સવા નવ માસ પેટમાં સંકોચાઈને રહેવું પડે, જન્મ લેવો પડે! આહાહા! ઇન્દ્રો જેની સેવા કરવા આવે એવા તીર્થકરોની પણ આ સ્થિતિ! અરેરે સંસાર! આ શું છે? ... વૈરાગ્ય... વૈરાગ્ય... સર્વોત્કૃષ્ટ પુણ્યના ધણી એવા તીર્થકરને પણ માતાના પેટમાં રહેવું પડે! આહાહા ! સંસારની છેલ્લી સ્થિતિની વાત છે. અરેરે પ્રભુ! આ સંસાર! સંસારની આવી સ્થિતિ વિચારતાં આંખમાંથી આંસુ હાલ્યા જાય ! જન્મ લેવા જેવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com