________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * ધ્રુવના ધ્યેયની ધૂન તે ધર્મ. જાલભાઈને ધ્રુવનું જ રટણ હતું. તેમણે મૂળ તો પર્યાયની એકદમ ગૌણતા કરીને બધી વાત કરી છે, વાત ખોટી નથી. સાચી છે. “વ્યવહારો અભૂયત્નો” જે કહ્યું છે એ જ વાત છે. પર્યાયમાત્ર એમણે અભૂતાર્થમાં લઈ લીધી છે. કારણ કે ધ્રુવમાં પર્યાય નથી ને! –એટલે ભિન્ન છે. ભિન્ન છે..... એમ કહ્યું છે. મૂળ તો ગૌણતા કરાવી છે. ૧૧.
(સં. ૨૦૨૪ના કા. સુદ ૧ના મંગલ સુપ્રભાતની બોણી ) * હું સિદ્ધ જેવો જ છું અને અરિહંત જેવો જ છું એવા વિશ્વાસમાં શુદ્ધ અસ્તિત્વનું જોર આપ્યું છે. જેવા અરિહંત-સિદ્ધ છે એવો જ હું છું એમ બેની સમાનતામાં શુદ્ધ-અસ્તિત્વના વિશ્વાસનું જોર છે. ૧૨.
* હું જ્ઞાયક છું. જ્ઞાયક છું...જ્ઞાયક છું એમ અંદરમાં રટણ રાખ્યા કરવું, જ્ઞાયક સન્મુખ ઢળવું, જ્ઞાયક સન્મુખ એકાગ્રતા કરવી. આહાહા ! એ પર્યાયને જ્ઞાયક સન્મુખ વાળવી બહુ કઠણ છે, અનંતો પુરુષાર્થ માગે છે. જ્ઞાયકતળમાં પર્યાય પહોંચી, આહાહા ! એની શી વાત! એવો પૂર્ણાનંદ નાથ પ્રભુ! એની પ્રતીતિમાં, એના વિશ્વાસમાં ભરોંસામાં આવવો જોઈએ કે અહો ! એક સમયની પર્યાય પાછળ આવડો મોટો ભગવાન તે હું જ! ૧૩.
* વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં એમ ફરમાવતા હતા કે “તું પરમાત્મા છો એમ નક્કી કર! તું પરમાત્મા છો એમ નક્કી કર! ઓહોહો ! ! ભગવાન! પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા ઘો! –કે એ પરમાત્મા અમે છીએ એ નક્કી કયારે થશે? -કે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે પછી આ પરમાત્મા છે એવો વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહિ.” ૧૪.
* સિદ્ધ ભગવાનમાં જેવી સર્વજ્ઞતા, જેવી પ્રભુતા, જેવો અતીન્દ્રિય આનંદ અને જેવું આત્મવીર્ય છે તેવી જ સર્વજ્ઞતા, પ્રભુતા, આનંદ અને વીર્યની તાકાત તારા આત્મામાં પણ ભરી જ છે. ભાઈ ! એકવાર હરખ તો લાવ કે અહો ! મારો આત્મા આવો પરમાત્મસ્વરૂપ છે, જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. અરેરે! હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો... હવે મારું શું થશે! એમ ડર નહિ, મુંઝાઈશ નહિ, હતાશ થા નહિ.. એકવાર સ્વભાવનો ઉત્સાહ લાવ.. સ્વભાવનો મહિમા લાવીને તારી તાકાતને ઉછાળ. ૧૫. * જેવું સિદ્ધાલય છે એવું જ દેહાલય છે. દેહદેવળમાં અખંડ આનંદરસની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com