Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 16
________________ ૮, ગિરનાર મહાતીર્થની ભક્તિ દ્વારા શ્રી નેમિનાથ ભગવાનના રહનેમિ સહિત આઠ ભાઇઓ, શાંબ, પ્રમુમ્ન આદિ અનેક કુમારો, કૃષ્ણ મહારાજાની આઠ પટ્ટરાણીઓ, સાધ્વી રાજીમતિશ્રી આદિ અનેક ભવ્યાત્માઓ મોક્ષપદને પામ્યા છે અને કૃષ્ણ મહારાજાએ તો આ તીર્થભક્તિના પ્રભાવે તીર્થંકરનામકર્મ બાંધેલ છે તેથી તેમનો આત્મા આવતી ચોવીસીમાં બારમાં તીર્થંકર શ્રી અમમસ્વામી બની મોક્ષપદને પામશે. ૯, ગિરનાર મહાતીર્થ તથા શ્રી નેમિનાથ ભગવાન ઉપર અવિહડરાગના પ્રભાવે ધામણઉલી ગામના ઘાર નામના વેપારીના પાંચપુત્રો ૧, કાલમેઘ ૨, મેઘનાદ ૩,ભેરવ ૪, એકપદ અને ૫, ત્રૈલોક્યપદ આ પાંચેય પુત્રો મરીને તીર્થના ક્ષેત્રાધિપતિ દેવ થાય છે. ૧૦, સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોકના ચૈત્યોમાં સુર, અસુર અને રાજાઓ ગિરનારના આકારને હંમેશા પૂજે છે. ૧૧, વલ્લભીપૂરનો ભંગ થતાં ઇન્દ્રમહારાજાએ સ્થાપન કરેલ શ્રી નેમિનાથ ભગવાનના બિંબની રત્નકાંતિ ગિરનારમાં લુપ્ત કરવામાં આવી હતી તે મૂર્તિ આજે ગિરનારમાં મૂળનાયકના સ્થાને બિરાજમાન છે. ૧૨, ગિરનાર મહાતીર્થમાં વિશ્વની સૌથી પ્રાચીન એવી મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ લગભગ ૧,૬૫,૭૩૫ વર્ષ ન્યુન (ઓછા) એવા ૨૦ કોડાકોડી સાગરોપમ વર્ષ પ્રાચીન છે. જે ગઇ ચોવીસીના ત્રીજા સાગરનામના તીર્થંકરના કાળમાં બ્રહ્મેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલ હતી. આ પ્રતિમાને પ્રતિષ્ઠિત કર્યાને લગભગ ૮૪,૭૮૫ વર્ષ થયા છે. તે મૂર્તિ આ જ સ્થાને હજુ લગભગ ૧૮,૪૬૫ વર્ષ સુધી પૂજાશે ત્યારબાદ શાસન અધિષ્ઠાયિકા દ્વારા પાતાળલોકમાં લઇ જઇને પૂજાશે. ૧૩, ગિરનાર ઉપર ઇન્દ્ર મહારાજાએ વજ્રથી છિદ્ર પાડીને સોનાના બલાનક-ઝરૂખાવાળું રૂપાનું ચૈત્ય બનાવીને મધ્યભાગમા શ્રી નેમિનાથ પરમાત્માની ચાલીસ હાથ ઊંચાઇની શ્યામવર્ણની રત્નની મૂર્તિ સ્થાપન કરી હતી. ૧૪, ઇન્દ્ર મહારાજાએ પૂર્વે બનાવ્યું હતુ તેવું પૂર્વાભિમુખ જિનાલય શ્રી નેમિનાથ ભગવાનના નિવાર્ણ સ્થાને પણ બનાવ્યું હતું. ૧૫, ગિરનારમાં એક સમયે કલ્યાણના કારણસ્વરૂપ છત્રશિલા, અક્ષરશિલા, ઘંટાશિલા, અંજનશિલા, જ્ઞાનશિલા, બિન્દુશિલા અને સિદ્ધશિલા આદિ શિલાઓ શોભતી હતી. ૧૬, જેમ મલયગિરિ ઉપર બીજા વૃક્ષો પણ ચંદનમય બની જાય છે તેમ ગિરનાર ઉપર આવનાર પાપી પ્રાણીઓ પણ પુણ્યવાન થઇ જાય છે. Jain Educa www.jameibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128