Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 47
________________ કાકા કાજ கபாபாபாபாபாபாப்பர்டிபயாயமானப்பபாாாாாாாாயாயாயாயாய்ப்பார்ப்பார் વિટંબણાનો ઉપાય બતાવશે.” તાપસમુનિના આ શબ્દો સાંભળી દુર્ગધાના શરીરમાં કંઈક ચેતન આવ્યું, તે તાપસમુનિની પાછળ પાછળ ચાલીને કુલપતિના આશ્રમમાં જાય છે. ઋષભદેવ પરમાત્માના ધ્યાનમાં લયલીન બનેલા, જટારૂપી મુગટ ધારણ કરેલ કુલપતિના દૂરથી જ દર્શન થતાં દુર્ગધાના નિસ્તેજ દેહમાં નવું જોમ આવ્યું. કુલપતિની સમીપ આવી દુર્ગધા જ્યાં હજુ નમસ્કાર કરે છે ત્યાંજ કુલપતિ પણ ક્ષણભર માટે તેના દેહની દુર્ગઘા પ્રત્યે દુર્ભાવ દર્શાવી પૂછે છે, “હે વત્સ! તારા દેહમાંથી આવી ભયંકર દુર્ગધ કેમ પ્રસરે છે? આ ઘોર વનમાં તું દુઃખી થઈ શા માટે રડે છે? તું અહીં શા માટે આવી છે? કુલપતિના સાંત્વન ભર્યા વચનોને સાંભળી આંખોના અશ્રુઓને લૂંછતી દુર્ગધા જન્મથી માંડી પોતાના દુઃખની કથની સંભળાવે છે. જીવનથી હારી ગયેલી ભાગ્યહીન દુર્ગધા સ્વદુઃખ નિવારણને ઝંખતી કુલપતિને ઉપાય બતાવવા વિનંતી કરે છે. ત્યારે કુલપતિ કહે છે, “હે વત્સ! હું કાંઈ કેવળજ્ઞાની નથી કે તારા પૂર્વ ભવોના કયા કર્મનો ઉદય તું ભોગવી રહી છે તે તને કહી શકું છતાં તું શત્રુંજય મહાતીર્થની સ્પર્શના કરી રૈવતગિરિ તીર્થની યાત્રા કરવા જા! ત્યાં કેવલીભગવંતોએ પણ જેનો મહિમા ગાયો છે એવા ગજેન્દ્રપદ કુંડના નિર્મલ જલ વડે સ્નાન કરવાથી તારા અશુભ કર્મોનો ક્ષય થશે.” કુલપતિના આ અમૃત વચનો સાંભળી અત્યંત હર્ષિત બનેલી દુર્ગધા કુલપતિના ચરણકમલમાં પડી નમસ્કાર કરે છે, શત્રુંજય અને ગિરનારનું સ્મરણ કરતાં કરતાં તે સિદ્ધગિરિના સાન્નિધ્યમાં આવે છે. ગિરિરાજની પ્રદક્ષિણા કરી તે યુગાદિ જિન ઋષભદેવ પરમાત્માની સેવાભક્તિ કરી રૈવતગિરિ તરફ પ્રયાણ આદરે છે. રેવતગિરિની શીતળ છાયામાં આવી ઉત્તર દિશા તરફના માર્ગથી તે રેવતાચલ પહાડ ઉપર આરોહણ કરે છે. પરંતુ હજુ ભારે કર્મી રહેલી તે ગજપદકુંડમાં સ્નાન કરવા માટે કેજિનભવનમાં પ્રવેશ કરતાં પણ અટકાવાય છે. દુર્ગધને કારણે તે પ્રવેશ પામવા અસર્મથ બને છે, ત્યારે ગજપદકુંડમાંથી બહાર લવાયેલા પવિત્ર જલવડે નિત્ય સ્નાન કરતા સાતમા દિવસે તે સંપૂર્ણ પણે દુર્ગધ દૂર થઈ સુગંધીપણાને પામેલી તે દુર્ગધા ગજેન્દ્રપદ કુંડમાં સ્નાન કરી ખૂબ ભક્તિભાવપૂર્વક જિનેશ્વર પરમાત્માની પૂજા કરવા જાય છે. રેવતાચલમંડન શ્રી નેમિપ્રભુની પૂજાના સદ્ભાગ્યથી આનંદવિભોર બનેલી દુર્ગધા બહાર નીકળે છે ત્યાંજ તેને કેવલીભગવંતનો સમાગમ થાય છે. પૂર્વ ભવના વૃતાંતને જાણવા ઉત્સુક બનેલી દુર્ગધા કેવલી ભગવંતને પોતાના પૂર્વભવની કથા પૂછે છે ત્યારે કેવલી ભગવંત કહે છે, “હે ભદ્રા! તું પૂર્વ ભવમાં બ્રાહ્મણ કુળમાં જન્મ પામી હોવાથી અતિ શૌચવાદને કારણે Jain Education memoria OF Personal use only www.janenbrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128