Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 102
________________ inn.:11 at 11 fara ft Entransistantina Asia:1:31:31:1:13trixse arissari...:14!!ssinualnada, suitarak.x:x:x:x:x:x: initian . sittis usual (૨) મેરકવશીની ટૂંક - મેરકવશીની ટૂંકના મુખ્ય જિનાલયમાં પ્રવેશ કરતાં પૂર્વે જમણા હાથ ઉપર પંચમેરૂનું જિનાલય આવે છે. i) પંચમેરૂનું જિનાલય:- (શ્રી ઋષભદેવ ભગવાન-૯ ઇંચ) આ પંચમેરૂ જિનાલયની રચના અત્યંત રમણીય છે. જેમાં ચારબાજુના ચારખૂણામાં ધાતકીખંડના બે મેરૂ અને પુષ્કરાર્ધદ્વીપના બે મેરૂ તથા મધ્યમાં જંબુદ્વીપનો એક મેરૂ એમ પાંચ મેરૂપર્વતની સ્થાપના કરવામાં આવેલ છે. જેમાં દરેક મેરૂ ઉપર ચૌમુખજી પ્રતિમાઓ પધરાવવામાં આવેલ છે. જેની વિ.સં.૧૮૫૯ માં પ્રતિષ્ઠા કરવામાં આવી હોય તેવા લેખ છે. ii) અદબદજીનું જિનાલય - (ઋષભદેવ ભગવાન-૧૩૮ ઇંચ) પંચમેરૂના જિનાલયમાંથી બહાર નીકળી ગેરકવશીના મુખ્ય જિનાલયમાં પ્રવેશ કરતાં પહેલાં ડાબા હાથે શ્રી ઋષભદેવ ભગવાનની પદ્માસનમુદ્રામાં બેઠેલી મહાકાય પ્રતિમા જોતાં જ શ્રી શત્રુંજયગિરિરાજની નવટૂંકમાં રહેલા અદબદજીદાદાનું સ્મરણ કરાવતી હોવાથી આ જિનાલયને પણ અદબદજીનું દેરાસર કહેવાય છે. આ પ્રતિમા શ્યામવર્ણના પાષાણમાંથી બનેલી હોવા છતાં હાલ તેના ઉપર શ્વેતવર્ણનો લેપ કરવામાં આવેલો છે. અજેનો આ પ્રતિમાને ભીમપુત્ર ઘટોત્કચ અથવા તો ઘટી ઘટુકોના નામથી ઓળખે છે. તે મૂર્તિની બેઠકમાં આગળ ૨૪ તીર્થંકર પરમાત્માની મૂર્તિવાળો વિ.સં.૧૪૬૮માં પ્રતિષ્ઠાના એક લેખયુક્ત પીળોપાષાણ છે. ii) મેરકવશીનું મુખ્ય જિનાલય :- (સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન-૨૯ ઇંચ) આ જિનાલયના મુખ્યદ્વારમાં પ્રવેશતાં જ છતમાં વિવિધ કલાકૃતિયુક્ત ઝીણી ઝીણી કોતરણીઓ આશ્ચર્યકારી જણાય છે. આગળ વધતાં ધુમ્મટની કોતરણી જોતાં દેલવાડાના વિમલવસહી અને લૂણવસતીના સ્થાપત્યોની યાદ તાજી કરાવે છે. આ બાવનજિનાલયના મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન છે, જેની પ્રતિષ્ઠા વિ.સં.૧૮૫૯માં પ.પૂ.આ.જિનેન્દ્રસૂરિ મહારાજ સાહેબના હસ્તે થયેલ છે. આ બાવનજિનાલયની ભમતીમાં ડાબી તરફથી ફરતાં પીળા પત્થરમાં વિ.સં.૧૪૪૨માં કોતરાયેલ ચોવીસ તીર્થકરની મૂર્તિઓવાળો અષ્ટાપદજીનો પટ છે. આગળ વધતાં મધ્યભાગમાં જે મોટી દેરી આવે છે તેમાં અષ્ટાપદનું દેરાસર બનાવવામાં આવેલ છે, જેમાં ચત્તારી-અટ્ટ -દસ-દોય એમ ચાર દિશામાં ક્રમસર ૪-૮-૧૦-ર પ્રતિમાઓ પધરાવીને અષ્ટાપદની રચના કરવામાં આવેલ છે. ત્યાંથી આગળ વધતાં મૂળનાયકની બરોબર પાછળ આવે તે દેરીમાં શ્રી મહાવીર સ્વામિ બિરાજમાન કરવામાં આવેલ છે. ત્યાંથી ઉત્તરદિશા તરફ આગળ વધતાં દરેક દેરીઓની આગળની ચોકીની arrix HTTTTTTTT11:11: 11:/Entran Tr: - 17.11 11:1rrrrrrrrrr11111111111111111111111111.17 HiTTTTTTTTTTTTEXTran111111111 = 12 :11: 11:11:11:11:151151;FY[ 11: *** ***** 1,11111 Jain Education intematonal For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128