Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 123
________________ 1 t:-- ૨૩) ગિરનારના માર્ગમાં આવેલા દામોદરકુંડના પાણીમાં નાંખવામાં આવેલા હાડકાં આપમેળે ઓગળી જાય છે અને તેમાં ભસ્મ નાંખવામાં આવે તો પણ તે પાણી શુદ્ધનું શુદ્ધ જ રહે છે. ૨૪) ગિરનારના સહસાવન તરફના પોલા આંબાના વૃક્ષ પાસે એક ઝરણું વહેતું હતું. એક માણસ તે ઝરણાંનું પાણી લેવા નીચે વળીને પાછો ઉભો થાય છે ત્યારે તેની સામે એક મહાકાય માનવ જેવી આકૃતિ તેની સામે જોઈને અટ્ટહાસ્ય કરી રહી હતી. તે દશ્ય જોઇને પેલો માણસ ગભરાટ સાથે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ૨૫) ગિરનારમાં એવી વનસ્પતિ છે જેના મૂળિયાને રાંધીને ખીચડી બનાવીને ખાવાથી છ-છ માસ સુધી માણસની ભૂખ ખલાસ થઈ જાય છે. ૨૬) ગિરનારમાં એક એવી વનસ્પતિ છે જેમાંથી દુધ નીકળે છે, તે દૂધના ૩-૪ ટીપાં આપણાં સાદા દૂધમાં નાંખવામાં આવે તો પાંચ જ મિનીટમાં તે દહીં બની જાય છે. ર૭) એકવાર યાત્રાળુઓ ગિરનાર ચઢી રહ્યા હતા ત્યારે સવારના સમયે કોઈ ઝાડની ડાળી તોડીને દાતણ કરવા લાગ્યા અને થોડી જ વારમાં તેના બધા દાંત પડી ગયા. ૨૮) જુનાગઢ ગામના એક શ્રાવક તથા તેના મિત્ર રતનબાગ તરફ જવાના માર્ગે આગળ વધી રહ્યા હતા, ત્યાં સામે આવેલી ઝાડીને હાથથી થોડી દૂર કરવાનો પ્રયાસ કરે છે ત્યાંતો તે ડાળી જાણે કે કોઈનો હાથ ન હોય! તેમ તે વ્યક્તિના મુખ ઉપર જોરથી લાફો માર્યો ત્યારે તેમના આગળના ચારદાંત પડી ગયા હતાં. ર૯) ગિરનારમાં કોઈ યાત્રિક રસ્તો ભૂલી ગયો હશે ત્યારે તેને સામે જ કોઈ સંન્યાસી મળ્યો અને પૂછ્યું, “બેટા ! કયાં રસ્તા ભૂલ ગયા હૈ ? તેણે હા પાડતાં પોતાની પાછળ પાછળ લઈ ગયો અને એક શિલાને હાથથી ખસેડતાં અંદર એક ગુફા હતી અંદર જઈને પોતાની લબ્ધિથી ભોજન હાજર કરીને તે યાત્રિકને ખવડાવે છે પછી તે યાત્રિકને ચાલવાનું કહેતા તે આગળનો આગળ ચાલતાં બે દિવસ બાદ ઉપલેટા ગામ પાસેથી બહાર નીકળ્યો હતો. ૩૦) એક યાત્રિક માર્ગ ભૂલી જતાં મુંઝવણમાં મુકાય જાય છે ત્યારે શણગાર સજેલી એક સ્ત્રી તેને માર્ગ ચીંધે છે. તે આગળ ચાલવા માંડે છે ત્યારે તેને આગળ માર્ગ દેખાય છે તે સમયે પાછળ જોતાં પેલી શણગાર સજેલી સ્ત્રી અલોપ થયેલી હતી. આવી અનેક વાતો આ મહાપ્રભાવક, ચમત્કારી ગિરનાર ગિરિવરના ઈતિહાસ સાથે જોડાયેલી છે.

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128