Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 125
________________ (૬) ‘‘ઉજ્જત સેલિસિહરે દીક્ખા નાણું નિસ્સીહીઆ જસ, તમ્ ધમ્મ ચક્ક વક્રી અરિકનેમિ નમંસામિ’’ અથવા ‘‘ૐ હ્રીં શ્રી નેમિનાથાય નમઃ’’ ની ૨૦ નવકારવાળી. (૭) ‘‘શ્રી રૈવતગિરિ મહાતીર્થ આરાધનાર્થે.....’' ૯ લોગસ્સ સંપૂર્ણ નો કાઉસ્સગ્ગ. (૮) ગિરનાર મહાતીર્થના ૯ ખમાસમણાં. * ૯૯ યાત્રા દરમ્યાન ૧ વખત મૂળનાયક ઠાઠાની ૧૦૮ પ્રદક્ષિણા / ૧૦૮ લોગસ્સનો કાઉસ્સગ્ગ / આખા ગિરનાર ગીરીવરની પ્રદક્ષિણા (લગભગ ૨૮ કી.મી.) * ૧ યાત્રા પાંચમી ટૂંક(મોક્ષકલ્યાણક) ૯ વાર પહેલીટૂંકના દરેક દેરાસરના દર્શન * ૧વાર ચોવિહાર છઠ્ઠું કરીને સાત યાત્રા. * યાત્રા દરમ્યાન એકવખત ગજપદકુંડના જલથી સ્નાન કરી પરમાત્માની પૂજા કરવી. ગિરનાર ગિરિવરની ૯૯ યાત્રા કેવી રીતે કરશો ? ગિરનારની ૯૯ યાત્રાથી આપ ગભરાય ગયા ? તેમાં ગભરાવાની કોઇ જરૂર નથી – હકીકતમાં શત્રુંજયની ૯૯ યાત્રા - કરતાં તો ગિરનારની ૯૯ યાત્રા સાવ સરળ છે. હા! હા !! તેમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી. * શત્રુંજયની પ્રથમ યાત્રા લગભગ ૩૬૦૦ પગથિયા થાય, ગિરનારની પહેલી યાત્રા લગભગ ૩૮૪૦ પગથિયા થાય ★ શત્રુંજયમાં બીજી યાત્રા માટે ઘેટીપાગના ૨૮૦૦ પગથિયા ઉતરવાના થાય જ્યારે ગિરનારમાં બીજી યાત્રા માટે ૧૦૦૦ પગથિયાના ડીસ્કાઉન્ટ સાથે સહસાવન સુધીના માત્ર ૧૮૦૦ પગથિયા ઉતરવાના થાય. ⭑ શત્રુંજયની ત્રણ યાત્રા માં જેટલા પગથિયા થાય તેનાથી ઓછા પગથિયામાં ગિરનારની તો ચાર યાત્રા થઇ જાય એટલે ! ગિરનારની ૯૯ યાત્રા ખૂબજ અઘરી છે તેવો જરાપણ ભય ન રાખશો. કોઇપણ ડર રાખ્યા વગર ગિરનારની આ ૯૯ યાત્રાની અમૂલ્ય તક ચૂકશો નહીં. Jain Education Inter www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128