Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 122
________________ RA ૧૭) મહાદુઃખમય એવા સંસારમાં રોગથી પીડાતા કોઈ માણસે આપઘાત કરવા અંબાજીની ટૂંકથી પડતું મૂક્યું પરંતુ નશીબજોગે કોઈ હરડે ના ઝાડ પાસે પડવાથી તે થોડો સમય ત્યાંજ પડ્યો રહેવાથી હરડેના ઝાડની અસરથી તેને વારંવાર સંડાસ જવાનું થતાં તેનો બધો જ રોગ દૂર થઈ ગયો, આ વાત તેણે જુનાગઢના તે વખતનાં ગોરજી લાધાજી જયવંતજીના ગુરૂને કરી ત્યારે તેમણે પણ તે હરડે લાવીને નવાબ સાહેબની દવામાં ઉપયોગ કર્યો ટુંક સમયમાં નવાબ સાહેબનો દીર્ધકાલીન રોગ પણ ગાયબ થતાં તે તંદુરસ્ત સ્વાથ્યને પામ્યા હતાં. ૧૮) એકવાર કેટલાક યાત્રિકો ગિરનારમાં ભૂલા પડ્યા ત્યારે કોઈ યોગીની ગુફા પાસે આવી પહોચ્યાં હતા, યોગી મહાત્માએ તેમને સાંત્વન આપીને કોઈ ઝાડના પાંદડાઓ ખાવા આપ્યા તે પાંદડા તેમને પાપડ જેવા લાગ્યા અને તેનાથી તેમની ભૂખનું શમન થઈ ગયું ત્યારબાદ યોગીએ તેમની ઉપર પાટા બાંધીને કોઇક રસ્તે છૂટા મૂકી દીધા ત્યારે તે સ્વાભાવિક જ પોતાના સ્થાન ઉપર પાછા પહોંચી ગયા હતાં. બીજા દિવસે જ્યારે તે યાત્રિકોએ તે ગુફાની શોધ કરી ત્યારે તેમને તે સ્થાન જોવા ન મળ્યું. ૧૯) એકવાર એક કઠીયારાએ રતનબાગમાં કોઈ વાંદરાને કુહાડી મારી, તે કુહાડી જોગાનુજોગ કોઈ કુંડમાં પડવાથી સોનાની થઈ ગઈ, તે સ્થાનની ચોક્કસ નિશાની રાખીને કઠીયારો બીજા દિવસે તે સ્થાન શોધવા લાગ્યો ત્યારે પોતાની કરેલી નિશાની ન મળતાં તે રસ્તામાં ભૂલો પડી ગયો હતો. ૨૦) કાળી દેરી આગળની ટેકરીને વાલ્મિક દ્રષિની ટેકરી કહે છે, તે સ્થાનની આગળ જટાશંકર જવાનો રસ્તો આવે છે, તે માર્ગમાં પ્રથમ ‘પુતળીઓ ગાળો' નામની જગ્યા આવે છે તે સ્થાન ઉપર ચોખાના આકારના પથરાઓ જોવા મળે છે. ૨૧) ગબ્બર અથવા ગધેસિંહનો ડુંગર પાંચમીટુંકના નૈરૂત્ય ખૂણામાં છે, ત્યાં શાશ્વતી પ્રતિમાઓ છે પરંતુ તેમાં કુંજ દ્રહ નામનો ઝરો છે તેને તાંતણીયો ધરો પણ કહેવાય છે. આ ધરામાં રતનબાગમાંથી શુદ્ધ નિર્મલ જલ આવે છે અને અગાધ હોવાથી તેનો કોઈ પાર આવતો નથી તેથી તે શાશ્વતી પ્રતિમાના સ્થાન સુધી કોઈ પહોંચી શકતું નથી. આ તાંતણીયો ધરો બીલખા તરફ થઈને હોજતને મળે છે. ૨૨) ગબ્બર અને દાતારના ડુંગરની વચ્ચે નવનાથ, ૮૪ સિદ્ધની ટેકરી છે, તેને હાલ ટગટગીઆનો ડુંગર કહે છે, આ ટગટગીઆના ડુંગરથી રત્નસર અને ત્યાંથી કાળીના મુકામે જવાય છે આ ડુંગરમાં પૂર્વે ઘણા અઘોરીઓ રહેતા હતા.

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128