Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 120
________________ એક સાધક આત્મા ગિરનારના અમિઝરા પાર્શ્વનાથ ભગવાનના ભોંયરામાં સાધના કરવા અનેકવાર આવતાં હતા, ત્યારે એક રાત્રિએ ભોંયરામાં જાપ-ધ્યાનની આરાધનામાં લીન હતા અને ભોંયરાનો દરવાજો પૂજારી બહારથી બંધ કરી ગયા હતા ત્યારે આકાશમાર્ગેથી એક દિવ્યપ્રકાશનો પૂંજ ભોંયરામાં ઉતરતો જોયો અને થોડીવાર તે પ્રકાશનાપૂંજ માંથી બે ચારણમૂનિઓ અવતરતાં દૃશ્યમાન થયા, થોડીવાર અમિઝરા પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરી ત્યારબાદ તે ચારણમૂનિઓ અત્યંત તેજગતિએ આકાશભણી ગમન કરતાં નિહાળ્યા હતા. ૫) એક મહાત્માએ ગિરનારની ૯૯ યાત્રા કરતાં કરતાં એકવાર એક વિશિષ્ટ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં અત્યંત શાંત, તેજસ્વી,કદાવરદાર દેહધારી, તેજવર્તુળવાળા એક દિવ્યસંતના દર્શન કર્યા અને તેમના સ્વમુખે ગિરનાર મહાતીર્થનું અલૌકીક માહાત્મ્ય સાંભળ્યું હતું. ૬) રાજનગર-અમદાવાદથી એક આરાધક પરિવાર સંઘ લઇને ગિરનારમંડન શ્રી નેમિનાથ પ્રભુજીને આભૂષણ ચઢાવવા આવ્યો ત્યારે અઢાર અભિષેકના દિવસે શ્રી નેમિનાથ દાદાના આખા દેરાસરની છતમાંથી મોટા મોટા ટીપાં પડે તે રીતે અમિઝરણાં થયા હતા, વળી શ્રીનેમિપ્રભુના પ્રતિમાને ત્રણવાર અંગલુંછણા કરવા છતાં જયારે અમિઝરણાં ચાલુ જ રહ્યા હતા ત્યારે સૌએ તેવા ભીના પ્રભુજીની જ પૂજા કરવી પડી હતી. 9) ગિરનાર ઉપરની શ્રી પ્રેમચંદજીની ગુફામાં ઘણા મહાત્માઓએ ધ્યાન ધરેલ છે, શ્રી પ્રેમચંદજી મહારાજ યોગવિદ્યામાં પ્રવિણ હતા એકવાર પોતાના ગુરૂભાઇ શ્રી કપુરચંદજીને શોધવા માટે તેઓ ગિરનારની આ ગુફામાં આવીને રહ્યા હતાં. શ્રી કપુરચંદ મહારાજ પાસે અનેકરૂપને ધારણ કરવાની તથા એક સ્થળેથી બીજા સ્થળે ઉડીને જવાની આકાશગામિની વિદ્યા હતી. ૮) સ.૧૯૪૩ માં ગિરનાર ઉપર એક યોગી એક પ્રબુદ્ધ લેખકને પોતાની ગુફાનું પાષાણનું દ્વાર ખોલીને અંદર લઇ ગયેલા ત્યારબાદ તે લેખક અનેકવાર તે સ્થળે જઇને તે દ્વારની તપાસ કરતાં, પરંતુ ત્યાં ખડકની શિલા સિવાય બીજું કાંઇ નહોતું મળતું. એકવાર કેટલાક આરાધકો શ્રી નેમિનાથ દાદાના દેરાસરની બહારની ધર્મશાળાની રૂમોમાં જાપની આરાધના કરી રહ્યા હતાં. ત્યારે શ્રી નેમિપ્રભુના જિનાલયમાંથી એકધારો ઘંટનાદ સંભળાતો હતો. ૧૦) કેટલાક સાધ્વીજી ભગવંતો શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર માંગલિક થયા બાદ બહાર રહેલા શાસનઅધિષ્ઠાયિકા અંબિકાદેવીની દેરી પાસે આરાધના કરી રહ્યા હતા ત્યારે દાદાના દરબારમાંથી લગભગ પોણા કલાક સુધી સતત નૃત્યોના નાદ અને ઝાંઝરના - ઝમકારના દિવ્યધ્વનિનું ગુંજન સંભળાતું હતુ. Jain Edu ary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128