Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 118
________________ આ દીક્ષા કલ્યાણકભૂમિની સામે વાલ્મિકીગુફા તથા ડાબા હાથે નીચે ઉતરતાં ભરતવન, ગિરનારી ગુફા, હનુમાનધારાના હિન્દુસ્થાનો આવે છે. ત્યાંથી નીચે ઉતરતાં પરિક્રમાના રસ્તામાં આવતી ઝીણાબાવાની મઢીના સ્થાને પહોંચાય છે. આ દિક્ષાકલ્યાણકની દેરીથી જમણી તરફ પાછા ૭૦ પગથિયાં ઉપર ચઢતાં જમણીબાજુ તળેટી તરફ જવાનો માર્ગ આવે છે. જે માર્ગે લગભગ ૧૮૦૦ પગથિયાં ઉતરતાં રાયણના ઝાડ નીચે એક પરબ આવે છે જ્યાં ઉકાળેલા પાણીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ હોય છે. ત્યાંથી ૧૨૦૦ પગથિયાં ઉતરીને લગભગ અડધો કિલોમીટર ચાલીને જતાં ગિરનાર તળેટી આવી જાય છે. સહસાવનમાં શ્રી નેમિપ્રભુની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકની સાથે અન્યપણ ઐતિહાસિક પ્રસંગો થયા છે. સહસાવનમાં કરોડો દેવતાઓ દ્વારા શ્રી નેમિનાથ ભગવાનનું પ્રથમ તથા અંતિમ સમવસરણ રચાયેલું હતું. સહસાવનમાં સાધ્વી રાજીમતીજી તથા શ્રી રણનેમિ'મોક્ષપદને પામ્યા હતા. સહસાવનમાં શ્રી કૃષ્ણવાસુદેવ દ્વારા સુવર્ણ અને રત્નમય પ્રતિમાજી યુક્ત ત્રણ જિનાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સહસાવનમાં સોનાના ચેત્યોમાં મનોહર ચોવીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સહસાવનની બાજુમાં લલારામમાં એક ગુફામાં ત્રણકાળની ચોવીસીના બોતેર તીર્થકર ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવી હતી. Tir=====10:: 15::: :::::::::::::/17 Userve TETTET at I ITY V IDEO Lat: IITE : T ITLE: TILITIETTITLE: IIT Trailer Jain Edewex W WA


Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128