Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 117
________________ FR G H I G. ડ લીક 1 - 12 છે અને અવાર નવાર આરાધના કરવા પધારે છે. પ.પૂ.આ.હિમાંશુસૂરિ મહારાજ સાહેબ પ્રેરિત શ્રી સહસાવન કલ્યાણકભૂમિ તીર્થોદ્વાર સમિતિ-જૂનાગઢ દ્વારા આ સમવસરણ મંદિરનું નિર્માણ કરાયેલ છે અને તેઓના સંચાલન હેઠળ અત્રવિશિષ્ટ આરાધના કરવાની ભાવનાવાળા પુણ્યશાળીઓ માટે ધર્મશાળાની વ્યવસ્થા છે. પૂર્વસંમતિપૂર્વક આવનારને અત્ર રાત્રિરોકાણ કરી શકાય છે તથા ભોજન-આયંબિલની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. આ સંકુલમાં દર્શનાર્થે પધારતાં સર્વ સાધર્મિક બંધુઓને ભાતુ આપવામાં આવે છે. આ સમવસરણ મંદિરથી બહાર નીકળી પગથિયાં ઉતરતાં જમણી બાજુ આ મંદિરના પ્રેરણાદાતા પ.પૂ.આ.હિમાંશુસૂરિ મહારાજ સાહેબની અંતિમ સંસ્કાર ભૂમિ આવે છે જેમાં પૂજ્યશ્રીના પગલાં તથા પ્રતિકૃતિ પધરાવવામાં આવેલ છે. આ અંતિમસંસ્કાર ભૂમિથી ૬૦ પગથિયાં ઉતરતાં બે રસ્તા પડે છે જેમાં ડાબીબાજુના માર્ગે ૩૦૦૦ પગથિયાં ઉતરી લગભગ અડધો કીલોમીટર ચાલતાં તળેટી આવે છે. જમણી બાજુ ૧૦ પગથિયાં ઉતરતાં ડાબી બાજુ બુગદાની ધર્મશાળા આવે છે જ્યાં અનેક મહાત્માઓએ સ્થિરતા કરી ૬૮ ઉપવાસ, માસક્ષમણ આદિ ઉગ્રતપશ્ચર્યા કરેલ છે ત્યાંથી ૩૦ પગથિયાં ઉતરતાં ડાબી બાજુ શ્રી નેમિનાથ પરમાત્માની કેવળજ્ઞાન કલ્યાણકની પ્રાચીન દેરી આવે છે. શ્રી નેમિનાથ પરમાત્માની કેવળજ્ઞાન કલ્યાણકની પ્રાચીનદેરી - આ કેવળજ્ઞાન કલ્યાણકની દેરીમાં મધ્યમાં શ્રી નેમિનાથ પ્રભુના પગલાં તથા તેની બાજુમાં તેમના ભાઇ મુનિ શ્રી રનેમિજી તથા સાધ્વી રાજીમત શ્રીજીના પગલાં પધરાવવામાં આવેલા છે. આ દેરીથી ૩૦ પગથિયા ઉતરતાં ડાબીબાજુ શ્રી નેમિપ્રભુની દીક્ષા કલ્યાણકની પ્રાચીનદેરી આવે છે. શ્રી નેમિપ્રભુની દીક્ષાકલ્યાણકની પ્રાચીન દેરીઃ આ દીક્ષા કલ્યાણકની પ્રાચીન દેરી એક વિશાળ ચોકમાં આવેલી છે, જેમાં શ્રી નેમિપ્રભુના શ્યામવર્ણીય પગલાં પધરાવવામાં આવેલા છે. અનેક મુમુક્ષુ આત્માઓ દીક્ષાપૂર્વે આ પાવનભૂમિની સ્પર્શના કરવા અવશ્ય પધારે છે. 35=== 1 Hits: 33 : 11 :11:15 સાદ રાજક દે રિસ છે. . Jain Education Intematonal For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128