Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 115
________________ આનંદગુફા, મહાકાલગુફા, ભૈરવજપ, રેવાદાસની જગ્યા અને પથ્થર ચટ્ટીની જગ્યાએ થઈને લગભગ ૧૨૦૦ પગથિયાં નીચે ઉતરતાં સહસાવનનો વિસ્તાર આવે છે. * સહસાવન (સહસ્ત્રામવન) :- (શ્રી નેમિપ્રભુની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણક ભૂમિ) સહસાવનમાં બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માની દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક થયા હતા. સહસાવનને સહસ્સામ્રવન કહેવાય છે કારણકે અહીં સહસ્ત્ર અર્થાત્ હજારો આંબાના ઘેઘૂરવૃક્ષો આવેલા છે. ચારેબાજુથી આંબાઓથી ઘેરાયેલા આ સ્થળની રમણિયતા તન-મનને અનેરી શિતળતાનો અનુભવ કરાવે છે. આજે પણ મોરલાના મધુરા કીંકાર અને કોયલના ટહૂકારથી ગુંજતી આ ભૂમિ શ્રી નેમિપ્રભુની દીક્ષા અવસરના વૈરાગ્યરસની સુવાસથી મધમધાયમાન અને કેવલ્યલક્ષ્મીની પ્રાપ્તિબાદ સમવસરણમાં બેસી દેશના આપતાં પ્રભુની પાંત્રીસ અતિશયયુક્ત વાણીના શબ્દોથી સદા ગુંજતી રહે છે. આ સહસાવનમાં શ્રી નેમિનાથ પ્રભુની દીક્ષા કલ્યાણક તથા કેવળજ્ઞાન કલ્યાણની ભૂમિના સ્થાને પ્રાચીન દેરીઓમાં પ્રભુજીના પગલાંઓ પધરાવેલા છે. તેમાં કેવળજ્ઞાન કલ્યાણકની દેરીમાં તો શ્રી રહનેમિજી તથા સાધ્વી રાજીમતીશ્રીજી અહીંથી મોક્ષે ગયા હોવાથી તેઓનાં પગલાં પણ પધરાવવામાં આવેલ છે. લગભગ ૪૦-૪૫ વર્ષ પૂર્વે તપસ્વી સમ્રાટ પ.પૂ.આ.હિમાંશુસૂરિ મહારાજ સાહેબ પહેલીટૂંકેથી આ કલ્યાણકભૂમિની સ્પર્શના કરવા માટે વિકટકેડીના માર્ગેથી આવતાં હતા. તે અવસરે કોઈ યાત્રિક આ ભૂમિની સ્પર્શના કરવા આવવાનું સાહસ કરતાં નહીં તેથી આચાર્ય ભગવંતના મનમાં વિચાર આવ્યો કે, જો આ રીતે જ આ કલ્યાણકભૂમિની ઉપેક્ષા કરવામાં આવશે તો આ ઐતિહાસિક સ્થાનની સુરક્ષા જોખમમાં મૂકાઈ જશે.” બસ! આ સમય દરમ્યાન કોઈ દિવ્યપ્રેરણાના બળે મહાત્માએ વિચાર કર્યો કે પ્રાચીનદેરી અને માત્ર પગલાંના દર્શન કરવા કોઈ યાત્રિક ઉત્સુક બનતું નથી તેથી તેઓને પુષ્ટ આલંબન મળે તે માટે દીક્ષા કલ્યાણક અને કેવળજ્ઞાનકલ્યાણકના પ્રતિકરૂપે બે જિનાલયોનું નિર્માણ થાય તો અનેક ભાવિકજીવો આ ભૂમિના કરી કવાર 11 1111111111111111111111111111111111111111111111111==== --18 :11:u - સદર સ (૧૬) - - ireiatri:1111111111111111111111TH 11THE કે તો . ' હste rs કિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128