Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 114
________________ பார்ப்பார்ப்பார்ப்ப்பபாபப்பபபபபபாபபாயாயாய આજે જૈનો માત્ર દર્શન અને આ પવિત્રભૂમિની સ્પર્શના કરીને સંતોષ માને છે. આ પાંચમી ટૂંકથી નીચે ઉતરી મુખ્ય સીડી ઉપર આવી પાછા જવાના રસ્તે જવાને બદલે ડાબા હાથ તરફના લગભગ ૩૫૦ પગથિયા ઉતરતાં કમંડલકુંડ નામની જગ્યા આવે છે. - કમંડલ કુંડ : આ કમંડલકુંડનું સંચાલન હિન્દુ મહંત દ્વારા થાય છે અહીં કાયમી અગ્નિધૂણો પ્રગટેલો રહે છે. અહીં આવનાર દરેક યાત્રિકો માટે વિનામૂલ્ય અન્નક્ષેત્ર ચાલે છે જ્યાં નિત્ય સેંકડો યાત્રિકો ભોજનની સગવડ પામે છે. કમંડલકુંડથી નૈઋત્યખૂણામાં જંગલ માર્ગે રતનબાગ તરફ જવાય છે, આ રસ્તો ખૂબ વિકટ અને દેવાધિષ્ઠિત સ્થાન છે. જ્યાં આશ્ચર્યકારક વનસ્પતિ થાય છે. આ રતનબાગમાં રતનશિલા ઉપર શ્રી નેમિપ્રભુના દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હોવાનો પાઠ પણ કોઈ ગ્રંથમાં જોવા મળે છે. શ્રી નેમિનાથ ભગવાન સાથે ૫૩૬ મહાત્માઓ નિર્વાણ પામ્યા હોવાથી તેઓનો અગ્નિસંસ્કાર પણ આ વિસ્તારમાં થયો હોવાનું સ્પષ્ટ સમજી શકાય છે. આ કમંડલકુંડથી અનસુયાની છઠ્ઠી ટૂંક અને મહાકાલીની સાતમી કાલિકાટૂંક ઉપર જવાય છે. કે કાલિકા ટૂંક : કમંડલકુંડથી કાલિકાટૂંક જવાનો માર્ગ અત્યંત વિકરાળ અને ભયંકર લાગતો હોવાથી ભોમીયાને સાથે લઇને જવાનું હિતાવહ રહે છે. માર્ગમાં કોઈ ભૂલા ન પડે તે માટે ઠેકઠેકાણે લાલ સિંદૂરની નિશાનીઓ કરવામાં આવેલી છે. માર્ગમાં અતિકંટક અને પથરાઓ રહેતા હોવાથી કોઈ જોરાવર અને હિમ્મતવાન માણસ જ કાલિકાટૂંક સુધી પહોંચવા સમર્થ બને છે. પૂર્વે તો કહેવાતું કે બે માણસ કાલિકા ટૂંક જાય તેમાંથી એક માણસ જીવતો પાછો ફરે. કાલિકાની ટૂંકે કાલિકા માતાનું સ્થાન અને ટોચ ઉપર ત્રિશૂળ જોવા મળે છે. કમંડલકુંડથી પાંડવગુફા જવાનો પણ માર્ગ મળે છે. આ ગુફા પાટણવાવ સુધી નીકળતી હોવાનું જાણવા મળે છે. કમંડલકુંડથી પાછા ગોરખનાથ ટૂંક, અંબાજી ટૂંક થઈ ગૌમુખી ગંગાની બાજુમાં ઉત્તરદિશા તરફના રસ્તે આગળ વધતાં વાત TETTATTTTTTTTTTTTT + TIIT TIETOSU IFETITY: 11:11: 135tYiHirat -- ----- ::::TET/TET TET RE : GETTER : Jain Educat ion Fesursery www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128