Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 113
________________ ====+1-stitchinકtter E-- રામાયણના કામમામ કામકાષrsittini rh: 1: ક ઓઘડ ટૂંકઃ- (ચોથી ટૂંક) આ ઓઘડટૂંક ઉપર પહોંચવા માટે કોઈ પગથિયાં રાખવામાં આવ્યા નથી તેથી પથ્થર ઉપર આડાઅવળા ચઢીને ઉપર જવાય છે. આ માર્ગ ખૂબજ વિકટ હોવાથી કોઈ અતિશ્રદ્ધાવાન સાહસિક આત્માઓજ આ શિખરને સર કરવાના પ્રયત્નો કરે છે. આ ટૂંક ઉપરની એક મોટી કાળી શિલામાં શ્રી નેમિનાથની પ્રતિમા તથા બીજી શિલા ઉપર પગલાં કોતરવામાં આવેલા છે. જેમાં વિ.સં.૧૨૪૪ ના પ્રતિષ્ઠા કર્યાનો લેખ જોવામાં આવતો હતો. ચોથી ટૂંકથી સીધા બારોબાર પાંચમી ટૂંક જવામાં જાનનું જોખમ થાય તેવો વિકટ રસ્તો છે. તેથી ચોથી ટૂંકથી નીચે ઉતરી આગળ વધતાં ડાબા હાથ તરફની સીડીથી લગભગ ૬૯૦ પગથિયા ઉપર ચઢતાં પાંચમી ટૂંકનું શિખર આવે છે. આ પગથિયાનો ચઢાવ ઘણો કઠીન છે. કે પાંચમી ટૂંક :- (મોકલ્યાણક ટૂંક) ગિરનાર મહાભ્ય અનુસાર આ પાંચમી ટૂંકે પૂર્વાભિમુખ પરમાત્માના પગલાં ઉપર વિ.સ.૧૮૯૭ના પ્રથમ આસો વદ-૭ ના ગુરૂવારે શા.દેવચંદ લક્ષ્મીચંદ વડે પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે. તે પગલાંની આગળ હાલ અજેનો દ્વારા દત્તાત્રય ભગવાનની પ્રતિમા પધરાવવામાં આવેલ છે. તે મૂર્તિની પાછળની દિવાલમાં પશ્ચિમાભિમુખ શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા કોતરવામાં આવેલ છે. જેને હિન્દુઓ શંકરાચાર્યની મૂર્તિ હોવાનું કહે છે. આ પગલાંની પ્રદક્ષિણા પૂર્ણ થતાં ડાબા હાથે એક મોટો ગંજાવર ઘંટ છે. જેમાં વિ.સં.૧૮૯૪ની સાલ છે. અહીં જાત્રાર્થે પધારતાં સર્વ હિન્દુયાત્રાળુઓ શ્રદ્ધાપૂર્વક આ ઘંટ વગાડીને પોતાની ગિરનારની યાત્રા પૂર્ણ થયાનો આનંદ માણે છે. હાલમાં આ ટૂંક દત્તાત્રયના નામે પ્રસિદ્ધ થયેલ છે, જૈન માન્યાતાનુસાર શ્રી નેમિનાથ પરમાત્માના શ્રી વરદત્ત, શ્રી ધર્મદત્ત અને શ્રી નરદત્ત એમ ત્રણ ગણધરના નામના છેડે ‘દત્ત’ શબ્દ આવતો હોવાથી ‘દત્તાત્રય' એવું નામ પડ્યું હોવાનું કહેવાય છે. ઘણા લોકો આ પગલાંને શ્રી વરદત્તગણધરનાં પગલાં પણ કહે છે. લગભગ ૬૦ વર્ષ પૂર્વે આ ટૂંકનો સંપૂર્ણ વહીવટ શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી દ્વારા કરવામાં આવતો હતો અને પહેલી ટૂંકથી પૂજારી પૂજા કરવા માટે આવતા હતા. હાલમાં દત્તાત્રય તરીકે પ્રસિદ્ધ એવી આ ટૂંકનો સંપૂર્ણ વહીવટ હિન્દુ મહંત દ્વારા કરવામાં આવે છે. - பயாயாயாபரராரராயாயாயாயாயாயாயாயாயாயாயாயாடி Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128