Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 112
________________ #nirilir rrrrrrrrrism :irti-sistantiniketan કાળક્રમે આજે હિંદુઓ દ્વારા વૈદિકધર્મની પદ્ધતિથી તેના દર્શન-પૂજન આદિ થાય છે અને તેઓના સંન્યાસીઓ દ્વારા જ તે મંદિરની દેખરેખ રાખવામાં આવે છે. આ મંદિરની પાછળ શ્રી નેમિનાથ ભગવાનના પગલાં પધરાવવામાં આવેલ છે. કેટલાક શબના પગલાં હોવાનું કહે છે. વસ્તુપાલે તે સમયે આ ટૂંક ઉપર શ્રી નેમિનાથ ભગવાન વગેરેની પ્રતિમાઓ પધરાવેલ હોવાનો ઉલ્લેખ મળે છે. વસ્તુપાલના પ્રશસ્તિલેખો તેમજ સમકાલીન, સમીપકાલીન અને ઉત્તરકાલીન જૈન લેખો અનુસાર અંબાજી પાછળનાં ત્રણ શિખરો ગોરખનાથ, ઓઘડનાથ અને ગુરુદત્તાત્રેયનાં અસલી નામો “અવલોકન”, “શાંબ” અને “પ્રદ્યુમ્ન હતાં અને જિનસેનકૃત હરિવંશપુરાણ તથા સ્કન્દપુરાણમાં પણ અમ્બાજી પછી શાંબ અને પ્રદ્યુમ્નનો ઉલ્લેખ મળે છે. અંબાજી સહિત આ ત્રણે શિખરો પર પણ મંત્રીશ્વર વસ્તુપાલે નેમિનાથ ભગવાનની દેવકુલિકાઓ કરાવી હતી તેવું વિ.સં.૧૨૮૮ ની છ-શિલા પ્રશસ્તિઓમાં કહ્યું છે. અંબાજીની ટૂંકથી લગભગ ૧૦૦ પગથિયા ઉતરીને પુનઃ લગભગ ૩૦૦ પગથિયા ચઢતાં ગોરખનાથની ટૂંક આવે છે. ગોરખનાથની ટૂંક:- (અવલોકન શિખર) આ ગોરખનાથની ટૂંક ઉપર શ્રી નેમિનાથ પરમાત્માના વિ.સં.૧૯૨૭ વૈશાખ સુદ-૩ શનિવારના લેખવાળાં પગલાં છે તે બાબુ ધનપતસિંહજી પ્રતાપસિંહજીએ સ્થાપેલાં છે. કેટલાક આ પગલાં પ્રદ્યુમ્નના હોવાનું કહે છે. આ ટૂંક ઉપર હાલ નાથ સંપ્રદાયના સંન્યાસીઓનો કબ્બો છે. ગોરખનાથની ટૂંકથી આગળ લગભગ ૧૫ પગથિયાં ઉતરતાં ડાબા હાથ તરફની ભીંતમાં કાળાપાષાણમાં એક જિનપ્રતિમા કોતરવામાં આવેલ છે તથા લગભગ ૪૦૦ પગથિયા ઉતર્યા બાદ પણ ડાબા હાથે એક મોટા કાળા પાષાણમાં જિનપ્રતિમા કોતરવામાં આવેલ છે. એ રીતે કુલ લગભગ ૮૦૦ પગથિયા ઉતરતાં પગથિયા વગરના વિકટમાર્ગે ચોથી ટૂંક જવાય છે. YET BETTITUDE TESTITUTE TET/TET/TETTETryTrtist/fruiririri-11IITEXTETrtir Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128