Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 119
________________ ગિરનારની અજબ-ગજબની વાતો ગરવાગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્તસ્થાનો છે, જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું જણાય છે. આ પર્વતોમાં અનેક સંતો, મહંતો,સિદ્ધો, યોગીઓ, અનેક અધોરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેકવિધ સાધનાઓને સિદ્ધ કરેલ છે. આજે પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં આત્મધ્યાનમાં લીન રહી આત્મસાધના કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે, જેની ઉંમર ૧૦૦-૨૦૦-૩૦૦ એમ સેંકડો વર્ષની પણ હોય છે. જૈન ગ્રંથો તથા અન્યધર્મગ્રન્થોમાં પણ યક્ષાદિ અનેક આત્માઓ ગિરનારમાં વસતા હોવાનો ઉલ્લેખ આવે છે. આ સંતો, મહંતો,સિદ્ધયોગી તથા યક્ષાદિ આત્માઓની અનેક વાર્તાઓ અને ચમત્કારોની વાતો આજે પણ લોકમુખથી જાણવા મળે છે, જેમાંથી કેટલીક વાતો અહીં જણાવેલ છે. ૧) જુનાગઢના ગોરજી કાંતીલાલજીના કહેવા પ્રમાણે જુનાગઢના કેટલાક ભાઈઓએ ગધ્ધેસિંહના ડુંગરમાં જઈ ગધૈયાના સિક્કાઓ એકઠા કરી ગાંસડી બાંધીને બોરદેવીના મુકામે આવ્યા, તે વખતે બોરદેવીમાં ઉપસ્થિત બાવાને તેઓએ હેરાન કર્યો તેથી બાવાનો ક્રોધ આસમાને ચડતાં કેટલાક તો ગાંડા થઇને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા, કેટલાક ભાગી છુટતાં રસ્તામાં મુત્યુ પામ્યા અને કેટલાકતો જુનાગઢમાં પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા હતાં. ૨) ગોરજી કાંતીલાલજી કહેતા કે ગિરનાર ઉપર પથ્થર ચટ્ટીની જગ્યામાં રહેતા હરનાથગર નામના અઘોરીએ એકવાર કોઇ બ્રાહ્મણના પુત્રને ઉપાડી લાવીને તેનું ભક્ષણ કર્યુ હતું. તે બ્રાહ્મણ પુત્રને શોધતાં શોધતાં ગિરનાર ઉપર આવ્યો પરંતુ પુત્ર ન મળવાથી અત્યંત દુ: ખી હૃદયે તે ગિરનારના અધિષ્ઠાયક દેવોને પ્રાર્થના કરે છે, બ્રાહ્મણના આક્રંદથી તુષ્ટ થયેલ વરદત્ત શિખરના અધિષ્ઠાયક દેવ જાગૃત થયા, તેમની સહાયથી પેલો બ્રાહ્મણપુત્ર પુનઃ જીવિત થયો અને અધિષ્ઠાયક દેવે તે અઘોરીને લાકડી વડે ખૂબ માર મારતાં તે અઘોરી લંગડો થઇ ગયો, ત્યારબાદ ઘણા અઘોરીઓ ગિરનાર છોડીને ચાલ્યા ગયા. ૩) ગિરનારના શ્રી નેમિનાથ દાદાની પૂજા કરનાર આરાધક આત્માઓ ધન્ય બની જાય છે, અરે ! બાલબ્રહ્મચારી નેમિપ્રભુના દર્શન-પૂજનથી કેટલાય આરાધકોએ વાસનાઓનું વમન થતું હોવાનો અનુભવ કર્યો છે, આજે અનેક મુમુક્ષુ આત્માઓ દીક્ષાપૂર્વે શ્રીનેમિપ્રભુ તથા દીક્ષા કલ્યાણકભૂમિના દર્શન-પૂજન-સ્પર્શન દ્વારા સંયમ અંગીકાર કરવામાં નડતાં અંતરાયોને તોડવા માટે સમર્થ બને છે.કેટલાય આત્માઓ આ ગિરનારની ભક્તિ કરી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી આત્મરાધનામાં લીન બન્યા છે. Jain Education Internatio (૧૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128