Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 107
________________ રા: 13:5. t.:::::: ::::::::::: :::: 1:11::11:11tats 1:11:silver ::::::::rt inકરતા: ::: : : : :: ::::: tar kit::::::::::::::zat:--- - (૮) ગુમાસ્તાનું દેરાસર :- (શ્રી સંભવનાથ ભગવાન-૧૯ ઇંચ) વસ્તુપાલ-તેજપાલના જિનાલયની પાછળના પ્રાંગણમાં તેમની માતાનું દેરાસર છે, જે ગુમાસ્તાનું દેરાસરના નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરના મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન બિરાજમાન છે. વસ્તુપાલની માતા કુમારદેવીના નામે આ મંદિર બંધાવ્યું હોવાથી તે વસ્તુપાલની માતાના દેરાસર તરીકે ઓળખાય છે, વળી કચ્છ-માંડવીના ગુલાબશાહે બંધાવ્યું હોવાથી ગુલાબશાહના મંદિરના નામે પણ ઓળખાય છે. (ગુલાબશાહના નામનો અપભ્રંશ થતાં કાળક્રમે તે ગુમાસ્તા નામે પ્રચલિત થયું હોય તેવું લાગે છે.) (૯) સંપ્રતિરાજાની ટૂંક - (શ્રી નેમિનાથ ભગવાન-૫૭ ઇંચ) વસ્તુપાલ-તેજપાલના જિનાલયમાંથી બહાર નીકળી ઉત્તર દિશા તરફ જતાં સંપ્રતિરાજાની ટૂંક આવે છે. શ્રી ચન્દ્રગુપ્ત મૌર્યના વંશમાં થયેલ અશોકના પૌત્ર મગધસમ્રાટ સંપ્રતિ મહારાજા થયા હતા. જેમણે આચાર્ય સુહસ્તિસૂરિ મહારાજ સાહેબના સદુપદેશથી જૈનધર્મનો સ્વીકાર કર્યો હતો. તે લગભગ વિ.સં.૨૨૬ની આસપાસ ઉજૈન નગરીમાં રાજ કરતાં હતા. તેઓએ સવાલાખ જિનાલયો અને સવા કરોડ જિનપ્રતિમા ભરાવ્યા હતા. સંપ્રતિમહારાજએ બંધાયેલ આ જિનાલયના મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન છે. આ પ્રતિમા વિ.સં.૧૫૧૯માં પ્રતિષ્ઠા કરાવ્યા હોવાનો લેખ પ્રતિમાની ગાદીમાં જોવા મળે છે. મૂળનાયકના ગભારાની બહારના ગોખલામાં દેવીની પ્રતિમા છે જેને કેટલાક ગ્રંથોમાં ચક્રેશ્વરી દેવી અને કેટલાંક ગ્રંથોમાં અંબિકાદેવી તરીકે ઓળખાવી જુદા-જુદા સમયે તે ગોખલા ઉપર તેના નામ લખાયેલા છે. જ્યારે વાસ્તવમાં આ પ્રતિમા હંસવાહિની, હાથમાં વીણા અને પોથી યુક્ત હોવાથી આ પ્રતિમા સરસ્વતીદેવીની હોવાનું સ્પષ્ટપણે કહી શકાય છે. આ સિવાય રંગમંડપમાં ૫૪ ઇંચના ઉભા કાઉસ્સગ્નિયા પ્રતિમા સહિત અન્ય ૨૪ નયનરમ્ય પ્રતિમા પણ બિરાજમાન છે. આ રંગમંડપની બહાર પણ બીજો મોટો રંગમંડપ બનાવવામાં આવેલ છે. આ જિનાલયનું પ્રવેશદ્વાર બે માળનું હોવાનું જણાય છે. તેનું પશ્ચિમ સન્મુખ દ્વાર હોવા છતાં હાલ આ જિનાલયમાં દક્ષિણાભિમુખ પ્રવેશદ્વાર જ ખુલ્લું રાખવામાં આવેલ છે. આ જિનાલયની બહારની દિવાલો અત્યંત મનોહારિણી કોતરણીથી ભરચક છે. શિલ્પ કલાના રસિક આત્માઓ આ કોતરણી જોઈને અતિ આહૂલાદ પામે છે. આ નકશીની વિવિધ આકૃતિઓ CHIHHHHHHHHH-LIFIETTEL THE THREE TE::::THIENHEIFFETELIE LAITIALITTI: CITIHL11 ': 1 FEET TETT ET:-1-11 TREETITLE : *;* * * Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128