Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 108
________________ પ્રાથમિક કક્ષાના શિલ્પકારોને શિલ્પકળામાં આલંબનકારી બને તેવી છે. (૧૦) શાનવાવનું જિનાલય - (શ્રી સંભવનાથ-૧૬ ઇંચ) સંપ્રતિરાજાના જિનાલયની બાજુમાંથી ઉત્તરદિશા તરફના ઢાળમાં નીચે ઉતરતાં બાજુમાં જ જમણા હાથે રહેલા દ્વારમાં પ્રવેશ કરતાં જ પ્રથમ ચોગાનમાં જ્ઞાનવાવ આવે છે. આ ચોકમાં રહેલા ઉત્તરદિશા તરફના દ્વારથી અંદર પ્રવેશતાં ચૌમુખજીનું દેરાસર આવે છે. જે શ્રી સંભવનાથ ભગવાનના નામે ઓળખાય છે. આ જિનાલયના મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન છે. આ દેરાસરથી નીચે ઉતરીને પણ ભીમકુંડ તથા શ્રી ચન્દ્રપ્રભ સ્વામિના જિનાલયે જઇ શકાય છે. ભીમકુંડની પાછળ ઉત્તરદિશામાં ભૂતકાળમાં ચોવીસ તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ પધરાવવા માટે ચોવીસ દેરીઓ બનાવવા માટેનું કામકાજ શરૂ થયું હશે પરંતુ કોઈપણ કારણસર તે બંધ પડતાં તે કાર્ય અધુરૂં થયેલ પડ્યું છે. જ્ઞાનવાવના દેરાસરના દર્શન કરી દક્ષિણદિશા તરફ ઉપર ચઢી પુનઃ સંપ્રતિરાજાના દેરાસર પાસે થઈને પૂર્વદિશામાં આગળ વધતાં લગભગ ૫૦ પગથિયા ચઢતાં કોટનો દરવાજો આવે છે. જેમાંથી બહાર નીકળતાં સામે જ લેવલ ૩૧૦૦ ફીટ' અને “બે માઇલ” એવું પથ્થરમાં કોતરેલ જોવા મળે છે. ત્યાંથી આગળ વધી લગભગ ૫૦ પગથિયાં ચઢતાં ડાબા હાથે શેઠ ધરમચંદ હેમચંદનું જિનાલય આવે છે. (૧૧) શેઠ ધરમચંદ હેમચંદનું જિનાલય :- (શ્રી શાંતિનાથ ભગવાન-૨૯ ઇંચ) ઉપરકોટ (દેવકોટ)ના દરવાજામાંથી બહાર નીકળ્યા બાદ સૌથી પહેલું દેરાસર આ શેઠ ધરમચંદ હેમચંદનું આવે છે જેને ખાડાનું દેરાસર પણ કહેવામાં આવે છે. આ દેરાસરમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. માંગરોળ ગામના દશાશ્રીમાળી વણિક શેઠ શ્રી ધરમચંદ હેમચંદ દ્વારા વિ.સં.૧૯૩૨માં આ દેરાસરનું સમારકામ કરાવવામાં આવ્યું હતું. (૧૨) મધવાળુ દેરાસર :- (શ્રી શાંતિનાથ ભગવાન-૨૧ઇંચ) શેઠ ધરમચંદ હેમચંદના દેરાસરથી આગળ વધતાં લગભગ ૩૫ થી ૪૦ પગથિયાં ચઢતાં જમણી બાજુ આ મધવાળું દેરાસર આવે છે. આ જિનાલયમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. જેનો ઉદ્ધાર જોરાવરમાજી દ્વારા થયો T ET EL:17: ::::::::::::::::: ::::::::::::::::::::::::::::::::: Ver:1:7==1TET::: : TI:::::::::::: EXTENTITY: 1TTER : EXTREETIETY ITS TT TT Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128