Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 101
________________ ' AME rist===ા.drcrater: . : Tari:1:13:int::::: મૂળનાયકની ફરતી ભમતી તથા રંગમંડપમાં તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ તથા યક્ષ-યક્ષિણી અને ગુરૂભગવંતની પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવેલ છે. આ રંગમંડપની આગળ ૨૧ ફૂટ પહોળો અને ૩૮ ફૂટ લાંબો બીજો રંગમંડપ આવે છે. જેમાં મધ્યમાં ગણધર ભગવંતોના લગભગ ૮૪૦ પગલાંની જોડ જુદા જુદા બે પબાસણ ઉપર સ્થાપિત કરવામાં આવેલ છે. જેની પ્રતિષ્ઠા વિ.સં.૧૬૯૪ ચૈત્ર વદ બીજના દિવસે કરવામાં આવેલ છે. આજુબાજુ તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવેલ છે. આ જિનાલયની બહાર ભમતીમાં પશ્ચિમદિશાથી શરૂ કરતાં વિ.સં.૧૨૮૭માં પ્રતિષ્ઠા કરેલ નંદીશ્વરદ્વીપનો પટ, જિનપ્રતિમાઓ, પદ્માવતીજીની મૂર્તિ, સમેતશિખરજી તીર્થનો પટ, શત્રુંજય મહાતીર્થનો પટ, શ્રી નેમિનાથ જીવનચરિત્રનો પટ, શ્રી મહાવીરપ્રભુની પાટપરંપરાના પગલાં, જૈનશાસનના વિવિધ અધિષ્ઠાયક દેવ-દેવીની પ્રતિમા, શાસનદેવી અંબિકાની દેરી, શ્રી નેમિનાથ તથા શ્રી મહાવીર પ્રભુના પગલાંની દેરી, શ્રી વિજયાનંદસૂરિ (પૂ.આત્મારામજી) મહારાજની પ્રતિમા આદિ સ્થાપન કરેલ છે. ભમતીમાં એક ઓરડામાં શ્રી આદિનાથ ભગવાન, સાધ્વી રાજીમતીશ્રીજી આદિની ચરણપાદુકા તથા ગિરનાર તીર્થનો જિર્ણોદ્ધાર કરાવનાર પ.પૂ.આ.નીતિસૂરિ મહારાજની પ્રતિમા બિરાજમાન છે. તે જ ઓરડામાં એક ભોંયરામાં મૂળનાયક તરીકે સંપ્રતિકાલીન, પ્રગટપ્રભાવક અત્યંત નયનરમ્ય શ્રી અમિઝરા પાર્શ્વનાથ ભગવાનની ૬૧ ઇંચની શ્વેતવર્ણીય પ્રતિમા બિરાજમાન છે. પ્રભુજીની મુખમુદ્રા નિરખતાં ધ્યાનમગ્ન બની જવાય છે, પ્રભુજીના હાથના નખની અત્યંત નાજૂક કારીગરી દર્શનાર્થીના મનને હરનારી બની જાય છે. ii) જગમાલ ગોરધનનું જિનાલયઃ- (શ્રી આદિનાથ ભગવાન-૩૧ ઇંચ) શ્રી નેમિનાથ ભગવાનના મુખ્ય જિનાલયની બરોબર પાછળ શ્રી આદિનાથ ભગવાનનું જિનાલય છે. આ જિનાલયની પ્રતિષ્ઠા પોરવાડ જ્ઞાતીય શ્રી જગમાલ ગોરધન દ્વારા આ.વિજય જિનેન્દ્રસૂરિ મહારાજ સાહેબની પાવનનિશ્રામાં વિ.સં.૧૮૪૮ના વૈશાખ વદ-૬ ના શુક્રવારે કરાવવામાં આવી હતી. શ્રી જગમાલ ગોરધન શ્રી ગિરનારજી તીર્થ ઉપર જિનાલયોના મુનિમ તરીકેની ફરજ બજાવી તે જિનાલયોના સંરક્ષણનું કાર્ય કરી રહ્યા હતા. તેમના નામ ઉપરથી જૂનાગઢ શહેરના ઉપરકોટ પાસેના ચોકનું નામ જગમાલ ચોક રાખવામાં આવ્યું હતું. શ્રી નેમિનાથજી ટૂંકની ભમતીમાંથી ઉત્તર દિશા તરફના દ્વારથી બહાર નીકળતાં અન્ય ત્રણ ટૂંકના જિનાલયમાં જવાનો માર્ગ આવે છે, તેમાં સર્વપ્રથમ કાળાપાષાણના ઊંચા ઊંચા પગથિયાં ઉતરતાં ડાબા હાથે સર્વપ્રથમ મેરકવશીની ટૂંક આવે છે. :::::::::::::x::::::::::::::::::::::::::::::::::::: :::::::::::::::::::::IE VETTEETritra TEL FITTTTTTTTTr=============11 1:11: ::::::::::: Jain Education intémational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128