Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 64
________________ વશિષ્ટના ભરતક્ષેત્રની ભાગ્યવાનભૂમિ ઉપર આઠમા વાસુદેવ લક્ષ્મણ સમુદ્ર સુધી પૃથ્વીનું પાલન કરતા હતા. નદીના તટપાસે વશિષ્ટ નામનો એક તાપસપતિ અનેકવિધ મિથ્યાતપ કરી કાયાને અત્યંત કષ્ટ આપતો, મંત્ર-તંત્રાદિ વેદ-વેદાંગોનો અઠંગ જાણકાર હોવા છતાં કુટિલતાની કળામાં અત્યંત કુશળ હોવાથી મિથ્યાત્વી જનમાં તે ખૂબ જ માનનીય હતો. કંદમૂળ, ફળાદિનો આહાર અને નિર્મળ જળથી પોતાનો નિર્વાહ કરતા તે પર્ણકૂટીરમાં વસેલા હતા. એકવાર પર્ણકૂટીરના આંગણામાં વિસ્તારથી ઉગેલા નીવાર-ધાન્યાદિને ચરવા માટે એક સગર્ભા હરણી ત્યાં આવી ચડે છે. સ્વભાવથી કુર-ઘાતકી તેવા તે વિશિષ્ટ તાપસે ધીમા પગલે તે હરણી પાછળ જઈ તેના શરીર ઉપર લાઠી વડે તીવ્ર પ્રહાર કર્યો. હરણીના ઉદર ઉપર થયેલ દ્દઢપ્રકારના પરિણામે તેના ઘાથી ફાટી ગયેલા ઉદરમાંથી હરણીનું અપરિપક્વ બચ્યું બહાર પડી ગયું અને પ્રકારની તીવ્રવેદનાથી તડપતી હરણી પગની ખરીઓ વડે પૃથ્વીને ખોતરતાં તત્કાળ પ્રાણ ત્યાગ કરે છે સાથે સાથે બચ્યું પણ મૃત્યુ પામે છે. હરણી અને તેના અપક્વગર્ભનો તડફડાટ અને મૃત્યુના કરૂણ દ્રશ્યને નિહાળીને કુર અને ઘાતકી હૃદયવાળા વિશિષ્ટતાપસના અંતરની આકરી ભૂમિ પર પણ કરૂણા અને વાત્સલ્યના અંકૂરા ફુટી નીકળ્યા.... એક તરફ તેના હૈયામાં પશ્ચાતાપના ઝરણાં ઉભરાઈ રહ્યા હતા તો બીજી તરફ ચારેબાજુ જનમેદનીમાં તે અત્યંત તિરસ્કારને પાત્ર બન્યા. બાલ અને સ્ત્રી ઘાતકના બિરૂદથી સૌ તેના પ્રત્યે અરૂચિ-દ્વેષભાવની વર્ષા વરસાવી રહ્યા હતા. પોતે કરેલા પાપકર્મના પસ્તાવાથી ભીના થયેલા હૈયાવાળા વશિષ્ટમુનિ પોતાના સર્વકર્મમળનું પ્રક્ષાલન કરવાના શુભાશયથી પર્ણકૂટીર અને તે ગામનો ત્યાગ કરી વિવિધ તીર્થયાત્રાર્થે ચાલી નીકળે છે. પાપભીરુ વશિષ્ટમુનિ એક તીર્થથી બીજે તીર્થ ભમી રહ્યા હતા, નહીં કોઇનો સાથ અને સંગાથ એવા વશિષ્ટમુનિ નદીઓ, કહો, ગિરિઓ, ગામો, સમુદ્રતીર અને વનોમાં ભમી રહ્યા હતા. મહીનાઓ સુધી તીર્થયાત્રામાં ભમતાં ભમતાં તેની અડસઠતીર્થની યાત્રા પૂર્ણ થતાં સ્વાત્માને શુદ્ધ થયેલો માની તે પુનઃ પોતાની જૂની પર્ણકૂટીરમાં પાછા પધારે છે. તે અવસરે એકવાર ગામોગામ વિહાર કરી પૃથ્વીતલને પાવન કરતાં એક જ્ઞાની જૈનમહાત્મા તેમના આશ્રમની સમીપ આત્મસાધના માટે પ્રતિમા ગ્રહણ કરી કાઉસ્સગ્ગ ધ્યાને સ્થિર રહ્યા હતા. કેટલોક સમય પસાર થતાં આજુબાજુના ગામના અનેક ભક્તજનો તે મહાત્માના દર્શન, વંદન કરવા પધારવા લાગ્યા અને પૂર્વભવોના વૃતાંતને પૂછી પોતાના સંશયરૂપી અંધકારને દૂર સુદૂર ઉલેચવા લાગ્યા. પૂર્વભવનું કથન કરતાં તે મુનિવરની વાતો સાંભળી વશિષ્ટતાપસ પણ પોતાના સંશયની વાતો મહાત્માને પૂછવા લાગ્યા ======= ======== = આ દિવસ Jain Education menettona Fot o Personal use only wwwm ary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128