Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 78
________________ - કવિ - વ A RAR tract કરો krte his first tit:::::::: initiativihari ; : મંત્રીશ્વરની વાત સૌને વિચારણીય તો લાગી કારણકે રોજ રોજ આ મૂંડકવેરો એકઠો કરવામાં પડતી મુશ્કેલીઓનો સૌને અનુભવ તો હતો જ. તેથી આ મૂંડકવેરાને બદલે આવકનો કોઈ અન્ય વિકલ્પ મળતો હોય તો તેમાં કંઈ ખોટું ન હતું, પરંતુ વચલો માર્ગ કોઈને સુઝતો ન હોવાથી અરસપરસ સૌ ચર્ચામાં પડ્યા હતા ત્યારે મંત્રીશ્વરે બૂમ પાડી કે, “હજુ શું વિચારમાં પડ્યા છો? તમને કોઈ રસ્તો ન જ સુઝતો હોય તો તે જવાબદારી મને સોંપી દો, મારો નિર્ણય તો તમને સૌને સ્વીકાર્ય બનશે ને? પછી તે નિર્ણયમાં કોઈ બાંધછોડને અવકાશ નહીં રહે તે ચાલશેને?” “અરે! મંત્રીશ્વર! આપ જે ન્યાય કરશો તેમાં કોઈ પક્ષપાતને અવકાશ જ ન હોય! આપના વચન અમને શિરોમાન્ય રહેશે તેમાં લેશમાત્ર પણ શંકા કરશો મા! આપ તે બાબતમાં એકદમ નિશ્ચિત બનીને આપનો અભિપ્રાય ફરમાવો જેથી વિશ્વવંદનીય વૈરાગી એવી વિભૂતિઓની ભાવના પણ સચવાઈ જાય અને અમ ગરીબોની આતરડી પણ ઠરી જાય! સૌ મંત્રીશ્વરને કરજોડી વિનંતી કરે છે. વિચક્ષણ બુદ્ધિ મંત્રીશ્વરે ખૂબ કુનેહપૂર્વક સૌના વિશ્વાસને જીતીને સૌની સંપૂર્ણતયા સમંતિમેળવીને જાહેરાત કરી કે, દેવાધિદેવ બાવીસમાં શ્રીનેમિપ્રભુના ત્રણ-ત્રણ કલ્યાણકો વડે પાવન થયેલ આ ગિરનાર ગિરિવરની ભોમકા ઉપર આજથી મૂંડકવેરો નાબૂદ કરવામાં આવે અને ભૂલથી પણ કોઈ વેરો ઉઘરાવવાના પ્રયત્નો કરશે તો તેની સામે રાજપગલાં લેવામાં આવશે અને તેને કડકમાં કડક સજા ફટકારવામાં આવશે. તમારા સૌની આંતરડી ઠારવા માટે ગિરનાર ગિરિવરની ગોદમાં રહેલું કુહાડી ગામ આપ સૌને સોંપવામાં આવે છે. આ કુહાડી ગામની થતી સંપૂર્ણ આવક ઉપર આજથી આપ સૌનો અધિકાર રહેશે. આજથી તમે સૌ આ ગામના માલિક બનો છો! હવે તો તમારા ચિત્તની ચિંતા ટળી ગઈ ને? હવે તો આપ સૌ ખુશ છો ને?” મંત્રીશ્વરના સુવર્ણવચનોના શ્રવણ સાથે જ સૌના મનમયુર નાચી ઉઠ્યા. કુહાડી ગામની સંપૂર્ણ આવકના અધિકારના દસ્તાવેજો પામી સૌ નિશ્ચિત બની ગયા. વાતાવરણમાં ચારે કોર ત્રણ લોકના નાથ શ્રી નેમિપ્રભુનો તથા મંત્રીશ્વર વસ્તુપાળનો જયજયકાર મચી ગયો, ગિરનાર ગિરિવરની ગુફાઓમાંથી પડતા જય જયકારના પડઘાઓએ સકલ સૃષ્ટિને પ્રશમરસની સુવાસથી મહેકાવી દીધી. SE TENT TTTTTERTHntry : IITE:Hitrary, TET-111111111111-E TIGERIT TET TAT TET EXT-1111:15:13::::::: ::HTTTTTTTEE

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128