Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 83
________________ चेइअदव्वविणासे, इसिधाए पवयणस्स उड्डाहे। संजइचउत्थभंगे, मूलगी बोहिलाभस्स॥ ચૈત્યના દ્રવ્યનો વિનાશ કરવો, સાધુનો ઘાત કરવો, શાસનની નિંદા કરવી અને સાધ્વીના બ્રહ્મચર્યનો ભંગ કરવો આ સર્વે બોધિલાભના મૂળને બાળી નાંખવામાં અગ્નિ સમાન છે.” चेइयदव्वं साहारणंच, जो दुहइ मोहिअमईओ। धम्मं सो न विआणइ, अहवा बद्धाउओ नरए। મૂઢ મતિવાળો જે પુરૂષ ચૈત્યના દ્રવ્યનો અને સાધારણ દ્રવ્યનો વિનાશ કરે છે, તે ધર્મને જાણતો જ નથી અથવા તેણે પ્રથમ નરકનું આયુષ્ય બાંધ્યું છે તેમ જાણવું.” આ શાસ્ત્રવચનોનું સ્મરણ થતાં જ મંત્રીશ્વરે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ગિરનારની ઈન્દ્રમાળની ઉછામણીનું આ છપ્પન ઘડી સોનું હાજર ન થાય અને પ્રભુના ચરણમાં સમર્પિત કરવામાં ન આવે ત્યાં સુધી ચારેય આહારનો ત્યાગી સૌ સંઘજનો સ્તબ્ધ થઈ ગયા! મંત્રીશ્વરની ખુમારી ઉપર ઓવારી ગયા અને નતમસ્તક ઝૂકી ગયા! કેવી અડગ પ્રતિજ્ઞા ક્યાં ગઢ ગિરનારી અને ક્યાં માંડવગઢ! ક્યારે છપ્પન ઘડી સોનું આવે અને ક્યારે પેથડમંત્રીને પારણું થાય! સૌ કાગડોળે સાંઢણીના આગમનની રાહ જોઈ રહ્યા હતાં. પેથડના હૈયામાં પ્રભુવચનો પ્રત્યે અથાગ શ્રદ્ધા હતી, દેવદ્રવ્યનું દેણું માથે હોતે છતે મોમા અન્નનો એક દાણો પણ કેમ વાપરી શકાય? શાસનનો રાગ તેના રક્તના બુંદ બુંદમાં વણાયેલો હતો. તેના શ્વાસોશ્વાસમાં શાસનની વફાદારીની સુવાસ હતી. બીજી તરફ સાંઢણીઓ પવનના વેગ સાથે જોજનના અંતરને માત્ર ૨૪ મિનિટ જેવા ટૂંકા સમયમાં પસાર કરતી હતી. તે માલવાદેશના માંડવગઢ તરફ જઇને જરૂરી એવા સુવર્ણને એકઠું કરીને પુનઃ ગિરનાર તરફ ઉછળતી કૂદતી આવી રહી હતી. ગિરનારની માલિકીનો હક્ક શ્વેતામ્બર જૈનોને મળી ગયો હોવા છતાં જ્યાં સુધી મૂલ્ય ન ચૂકવાય ત્યાં સુધી શાંતિથી કેવી રીતે બેસી શકાય? પેથડમંત્રીને કેમ કરીને ચેન પડતું ન હતું. તેને એક એક પળ એક એક વરસ જેવી ભાસતી હતી. પેથડમંત્રી સમેત સૌ યાત્રિકજન મેઘના આગમનની વાટ જોઇને જલ માટે તલસતા ચાતકપક્ષી બેસે તેમ માંડવગઢના માર્ગ તરફ મીટ માંડીને બેઠાં હતા. તીર્થમાળ-ઇન્દ્રમાળના દિવસનો ઉપવાસ થયો. બીજા દિવસે પણ મધ્યાહ્ન કાળ પસાર થઈ ગયો, ધીમે ધીમે સૂર્ય : :::::::::x:x:x:x:x:x::::::::::::::::::::: ::::::::::11:11:15:13: * ===== = rrrrrrrr N EETITIVITIES ETTER HTTrifri:111111111111111111DHIRENT TET-2 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128