Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 87
________________ જ છે અને રહેશે એવી અડગ શ્રદ્ધા હોવાથી તેણે રાત્રે તીવ્ર ભાવે ગિરનાર ગિરિવરના અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની આરાધના કરી. તેના સત્ત્વ અને ધીરતાથી સંતુષ્ટ થઇ શ્રીઅંબિકાદેવી પ્રગટ થયાં. ધનશેઠે કહ્યું, “ઓ મૈયા! આ ગિરનાર ગિરિવરનો માલિક કોણ? આવતી કાલે રાજદરબારમાં નિર્ણય અવસરે આપ પધારશોને?” શ્રી અંબિકાદેવી બોલ્યાં, ધીરપુરૂષ! સત્ય અને જૂઠ તો ક્ષીર-નીરની માફક છૂટા પડી જાય છે, તમે નિશ્ચિંત રહેજો! આવતી કાલે મહારાજા વિક્રમને કહેજો કે, અમારા સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રમાં આ ગિરનાર મહાતીર્થનું રોજ સ્મરણ કરવામાં આવે છે જેનાથી ગિરનારની માલિકી શ્વેતામ્બરોની જ હોવા અંગે કોઇ શંકાને સ્થાન નથી.” સૂર્યોદયના સુવર્ણકિરણો શ્વેતાંબર જૈનોના સુવર્ણકાળના ઉદ્યની શાખ પૂરતાં હતાં. આજે ધનશેઠના હૈયામાં શ્રદ્ધા અને વિશ્વાસનો સમન્વય થઇ ચૂક્યો હતો. સૌ રાજ્યસભામાં ગિરનાર મહાતીર્થના ઇજારાના નિર્ણય અંગે ચાતકચિત્તે ઉત્સુક બેઠાં હતા. મહારાજા વિક્રમનો પ્રવેશ થયો, રાજ્યસભાનો પ્રારંભ થતાં ધનશેઠે પોતાની વાતની રજૂઆતનો પ્રારંભ કર્યો, “મહારાજા! પૂર્વકાળના ઇતિહાસના અતીતમાં ડોકીયું કરતાં ગિરનારનો ઇજારો નિશ્ચિતપણે શ્વેતામ્બરના પક્ષે હોવા છતાં હાલ તે પૃષ્ઠોને ઉથલાવવાને બદલે ખૂબ જ સરળતાથી આ વિવાદનો અંત આણી શકાય તેમ છે. અમે શ્વેતામ્બરો નિત્ય ચૈત્યવંદનમાં શ્રી ગિરનાર મહાતીર્થનું સ્મરણ ‘સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રના આલંબનથી કરીએ છીએ. અમારા નાના બાળકો પણ કહી શકે કે ગિરનાર શ્વેતામ્બરોનો છે, ગિરનારને અમે રોજ ચૈત્યવંદનમાં યાદ કરીએ છીએ.” મહારાજા વિક્રમ પણ આ વાતને સાંભળીને સંતુષ્ટ થઇ ગયા અને તેમના હૈયામાં આ વાત બેસી ગઇ હોવા છતાં માત્ર આશ્વાસન માટે વરુણશેઠને પૂછે છે, “તમારે કંઇ કહેવું છે?” વરૂણશેઠ વાસ્તવિકતાને સાંભળતા દિગ્મૂઢ થઇ ગયા,બળજબરી કરી શકાય તેવી પરિસ્થિતિ નથી, આ તો રાજ્યસભા છે તેથી રાજન્યાયને શિરોમાન્ય કર્યા વગર છૂટકો નથી. પોતાના પક્ષના બચાવ માટે કેટલીક રજૂઆત થઇ પરંતુ પોતાને પણ તેમાં આત્મવિશ્વાસ ન હતો. મહારાજા વિક્રમે વરુણશેઠની રજૂઆતને હાસ્યાસ્પદ બનાવી ધનશેઠની શરત માન્ય રાખવા માટે નિમંત્રણ આપ્યું. હવે વરુણશેઠ ઝાંખા પડી ગયા પણ મનમાં શંકા રહેતી હતી કે જો આ લોકોએ સંઘના દરેક યાત્રિકોને આ ગાથા ગોખાવી નાંખી હોય તો? આવી શંકાથી તે ધનશેઠની શરતનો સ્વીકાર કરવા સાથે સંઘના યાત્રિક સિવાયના કોઇ વ્યક્તિ પાસે આ ગાથા બોલાવવામાં આવે તો પોતે ગિરનાર મહાતીર્થની માલિકી શ્વેતામ્બરની હોવાનું કબૂલ કરવા તૈયાર થયા. Jain Education Inter rary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128