Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 93
________________ નામ :rel: rss catalist::fix: ગિરનાર ગિરિવરના શ્રી નેમિપ્રભુના જ દર્શન-પૂજનનો લાભ થયો છે માટે તારી પ્રતિજ્ઞાપૂર્ણ થવામાં લેશમાત્ર સંશય ન રાખીશ!” શાસનદેવીના દિવ્યવચનોના આલંબને અધુરા મને પણ આમરાજાએ પારણું કર્યું, તેના દેહમાં નવું તેજ પ્રગટ થયું, નવા જોમ અને જુસ્સા સાથે સૌ ગિરનાર ગિરિવરની વહારે ચાલ્યા. સૂરિજી અને રાજા ગિરનારની દિનપ્રતિદિન પરિસ્થિતિની માહિતી મેળવતા રહ્યા અને સામો પક્ષ વધુ બળવાન થવાની પૂરી તૈયારી કરતો હોવાના સમાચાર મળ્યા. આમરાજાનો મહાસંઘ ગિરનાર ગિરિવરની તળેટીએ આવી પહોંચ્યો હતો. જાણે તેઓનું સામૈયું કરવા સક્ય ન બન્યા હોય ? તેમ સામા પક્ષના ૧૧ મહારાજાઓ વિશાળ યુદ્ધસેના, આચાર્ય ભગવંત અને શ્રાવકસંઘાદિ સાથે તળેટીમાં પડાવ નાંખીને રહ્યા હતાં. આમરાજાના સંઘે ગિરિવર આરોહણ કરવા પગરવ માંડયા ત્યાં જ સામાપક્ષેથી હાકલ પડી કે, “ખબરદાર! આ તીર્થ ઉપર અમારો અધિકાર છે, એક ડગલું પણ આગળ વધશો તો તમારા મસ્તક ધડથી છૂટા પાડી દેવામાં આવશે” આજે તો આમરાજા પણ પૂર્ણ તૈયાર સાથે યુધ્ધ લડી લેવા તૈયાર હતા પરંતુ સૂરિવરના એકમાત્ર ઇશારાથી આમરાજા “ ગુઆણાએ ધમ્મો ” સૂત્રને ધારણ કરી શાંત રહ્યા. આચાર્ય બપ્પભટ્ટ સૂરિજીએ કહ્યું, “સર્વધર્મનું મૂળ દયા છે, જે ધર્મ કરવા માટે ભયંકર હિંસા કરવી પડે તે ધર્મની શું કિંમત ? ધર્મકાર્યમાં હજારો માનવોનો સંહાર તદ્દન અનુચિત છે. અમે શાસ્ત્રચર્ચા દ્વારા આ હાર-જીતનો ફેંસલો કરીશું”. શ્રી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે અડગશ્રદ્ધા ધરાવતાં ઉભય પક્ષના આચાર્ય ભગવંતો સૂરિજીના આ ઉપાયનો સ્વીકાર કરે છે. એક તરફ આમરાજા અને ચુનંદા શિષ્યગણ સાથે આચાર્ય બપ્પભટ્ટસૂરિજી, બીજી તરફ અગ્યાર અગ્યાર મહારાજાઓ અને અનેક આચાર્ય- પંડિતાદિ શ્રાવકવર્ગ. શત્રયુદ્ધના સ્થાને આજે સમરાંગણમાં શબ્દયુદ્ધ મંડાઈ રહ્યું હતું. બંને પક્ષોએ ચર્ચાનો પ્રારંભ કર્યો. એકબીજા પક્ષો સામ-સામાં પોતાના મતને રજુ કરી રહ્યા હતાં. અનેક શક્તિના સ્વામી એવા સૂરિવરજીની સહાયમાં માં સરસ્વતી આવીને સામાપક્ષની રજુઆતને જોતજોતામાં તોડી પાડી, સામાપક્ષના વિદ્વાનોના મોં વિલખા પડી ગયા. સૂરિજીની મહાપ્રભાવક વાણીથી સૌડઘાઈ ગયા. કેટલાક દિવસોની ધર્મચર્ચાના અંતે મધ્યસ્થવર્તાઓ દ્વારા શ્વેતામ્બરોના વિજયની જાહેરાત થઈ. વિરોધપક્ષના મુખ નિસ્તેજ થઈ ગયા ત્યારે નમ્રતામૂર્તિ આચાર્ય બપ્પભટ્ટ સૂરિજીએ ઉભા થઈ જણાવ્યું, ધર્મચર્ચામાં વિજય અમારા પક્ષે જાહેર થયો હોવા છતાં હજુ એક ઉપાય સુઝે છે કે “ ઉભટપક્ષ શાસનદેવી અંબિકાદેવીની આરાધના કરી જાહેરમાં જ તેમની પાસે નિર્ણય માગે, જે નિર્ણય આપે તે નિર્ણય સૌએ માન્ય રાખવો.” પરાજયથી પાંગળા બનેલા વિરોધીઓના જીવમાં જીવ આવ્યો, વિજયની આશાનું એક કિરણ તેમની નજરે આવ્યું, ઉભય પક્ષે એવો નિર્ણય થયોકે બંને પક્ષ તરફથી એકબીજાના પક્ષમાં એક એક બાળકન્યાને મોકલવામાં આવે અને બંને કન્યાઓ જે બોલે તેનો Press ::: : :: ::::: :: : T'S FITTI1w Mary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128