Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 92
________________ : :::::::::: :: : Irakrutk1ial.aiiignitariis. Hinitiiia:1:11:11:::13::aarii.1111111iiiitdata:inlilaritisfitativitiii 111 11t=== == =EL.Eid.. સૂરિવરને ઉશ્કેરવા પ્રયત્ન કરે છે, પોતાના હૈયામાં લાગેલી તીર્થ માટેની લાગણીની અગનજવાળાની એક ચિનગારી સૌના હૈયામાં પ્રગટાવવાનો પ્રયાસ આદરે છે. પાંચ પાંચ પુત્રોનાં મરણ છતાં લેશમાત્ર પણ દીનતા ધારણ કર્યા વગર માત્રને માત્ર તીર્થરક્ષા માટે તલસતા ધારની હૃદયદ્રાવક વાણીએ સૌના હૈયામાં અનેરી અસર કરી. શ્વાસે શ્વાસે શાસન વસેલું છે તેવા મહાશકિતશાળી આચાર્ય ભગવંત અને જેના ઉપર તેનો પ્રભાવ પડ્યો છે તેવા આમરાજ શ્રી ગિરનારની વિકટ સ્થિતિનું વર્ણન સાંભળી સફાળા થઈ જાય છે, તેઓના અંતરના તાર ઝણઝણી ઉઠે છે. સૂરિવર અને આમરાજા મહાસંઘયાત્રા સમેત ગિરનાર તરફ પ્રયાણ આદરે છે. પ્રચંડ સત્ત્વના સ્વામી આમરાજા પણ ભીષ્મપ્રતિજ્ઞા ધારણ કરે છે કે “જયાં સુધી ગિરનારમંડન નેમિજિનનાં દર્શન-પૂજન ન થાય ત્યાં સુધી આહાર પાણીનો ત્યાગ ' ક્યાં કાન્યકુજ્જ નગરી અને ક્યાં ગઢ ગિરનાર ? ગામોગામ અનુકંપાદાન, સાધર્મિક ભક્તિ, જીવદયાદિ અનેક કાર્યો સાથે શાસન પ્રભાવના પૂર્વક સંઘ આગેકૂચ કરી રહ્યો હતો. એક પછી એક દિવસો પસાર થઈ રહ્યા હતાં. રાજકુળમાં જન્મેલા આમરાજાને કદિ ભૂખ-તરસની વેદના સહન કરવાનો અવસર નહોતો આવ્યો. આજે કુદરત તેની કસોટી કરી રહી હતી. આ મહાસંઘ સ્તંભનતીર્થે પહોચ્યો ત્યાં મનનાં મજબૂત એવા આમરાજાનાં શરીરની શક્તિ ક્ષીણ થવા ચાલી હતી. આમરાજ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. સૂરિવર સાથે સૌ સંઘ ચિંતિત બન્યો. આમરાજા પ્રતિજ્ઞામાં અડગ હતા. પ્રાણ જાય તો પણ પ્રતિજ્ઞામાં કોઈપણ ફેરફાર ન કરવાનો તેમનો દઢ સંકલ્પ હતો. સમગ્ર સ્તંભનતીર્થના ભાવુક સંઘયાત્રિકો તથા સૂરિજી ચિંતાતુર બન્યા. અંતે મહાશક્તિશાળી એવા સૂરિવરે શ્રી ગિરનાર મહાતીર્થના અધિષ્ઠાયિકા, શ્રી નેમિપ્રભુના શાસનની અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની આરાધના કરી દેવીને પ્રગટ કર્યા. ગિરનારતીર્થરક્ષા અને આમરાજાના ભીમસંકલ્પની વાતો વિસ્તારથી જણાવી. શાસનદેવી આચાર્યભગવંતની વાત સાંભળી અંતધ્યન થયા અને ક્ષણવારમાં આકાશવાણી થઈ. “હે મહાપુણ્યવાન ! હું ગિરનાર મહાતીર્થની અધિષ્ઠાયિકા અંબિકાદેવી છું, તારા સત્ત્વ અને શૌર્યથી હું ખૂબ પ્રસન્ન છું. તીર્થરક્ષાની તારી તલપ અને તારા દેહની દુર્બળ સ્થિતિને જોઈને ગિરનારના શ્રી નેમિપ્રભુની પ્રતિમા લઈને હું આવી છું. તેના દર્શનપૂજનથી તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે.” થોડી પળમાં તો શ્રી નેમિજિનની દેદીપ્યમાન પ્રતિમા આકાશમાર્ગેથી ધરતીતલ ઉપર અવતરી, પ્રભુના દર્શનથી સૂર્યના ઉદય સાથે કમળ ખીલે તેમ આમરાજાના દેહમાં નવું ચેતન આવ્યું. સ્તંભનનગરના લોકો ચારેકોર ઉમટી ગયા. સૌ પરમાત્માની ભક્તિમાં લાગી ગયા. આમરાજોએ અત્યંત ભાવવિભોર બની પ્રભુજીના દર્શન-પૂજન કરવા છતાં હજુ તેના મનમાં પ્રતિજ્ઞા પૂર્ણ થવા અંગે સંશય રહી જાય છે ત્યારે શાસનદેવી દ્વારા પુનઃ દિવ્યવાણી સંભળાય છે કે, “હે બાળ ! આ પ્રતિમાના દર્શન-પૂજન દ્વારા તને 1tTE t ihas Jain Education - રોકી જ ન

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128