Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 90
________________ E ::::: :::::::::::::::... 1 Hi nt datest an d listencil on મારા કાકા ને કાકા :-: 11:-+1 અનુયાયી એવા તે લોકોએ શ્વેતામ્બર પક્ષના આ સંઘને ગિરિઆરોહણ કરતા અટકાવ્યા. ગિરનાર ઉપર પોતાનો હક્ક જમાવવાના દુષ્ટ આશય સાથે તે પક્ષ શસ્ત્રસરંજામ સહિત યુધ્ધ ખેલવા સુધીની તૈયારી સાથે સજજ થઇ બેઠો હતો. સુશ્રાવક ધારનો સંઘ ગિરિવરના સોપાન સર કરવા મક્કમ બન્યો હતો પરંતુ જ્યાં તે કદમ ઉઠાવે છે ત્યાં સામાપક્ષમાંથી હાકલ પડી, “ખબરદાર! આ ગિરિવર ઉપર અમારો સંપૂર્ણ હક્ક છે, અહીં યાત્રા કરવાનો તમને કોઈ અધિકાર નથી !'' વિરોધપક્ષના વચનો સાંભળી સંઘના યાત્રિકો સાબદા બન્યા. આમ મૂંગે મૂંગા રહીશું તો સામો પક્ષ વધુ બળવાન બની જશો તેવું વિચારી સંઘના યાત્રિકોએ સામાપક્ષનો વિરોધ કર્યો, ઉભયપક્ષ વચ્ચે શબ્દોની આતશબાજી ચાલી. કોઇ નક્કર નિર્ણય ન થવાથી સંઘના મોભીઓએ અન્યાયની સામે રાજાની સહાય માંગવાનો નિર્ણય કર્યો. પણ ! મેલામનવાળા તે લોકોએ પહેલેથી રાજને સાધી લીધો હતો, વિરોધપક્ષને રાજાનું સંપૂર્ણપીઠ બળ હતું. જેવા શ્વેતામ્બરો મહારાજા સમક્ષ નજરાણું ધરી ન્યાયની માંગણી કરે છે તે સમયે રાજાના ન્યાયના ત્રાજવાનું પલ્લું વિરોધપક્ષની તરફેણમાં મૂકવા લાગ્યું. ' અરે ! આ તો પાણીમાં આગ ! સ્વામીના હૈયામાં જ સ્વાર્થ આવે ત્યારે સેવકો ક્યાં જાય! સુશ્રાવક ધાર અને તેના સાથીદારો ખૂબ અકળાઈ ગયા. આ પ્રશ્નનો ઉકેલ લાવવો જરૂરી છે. હવે કોઈપણ સંજોગોમાં પાછી પાની કરવી પાલવે તેમ નથી. તીર્થની સંપૂર્ણ માલિકી હોવા છતાં તીર્થયાત્રાનો નિષેધ ! યુવાનોના હૈયામાં રહેલી શાસનદાઝની જ્વાળાઓ ભભૂકી ઉઠી. હવે તો જાનની બાજી લગાવીને પણ તીર્થનો કજો લેવાનો પ્રબળ નિર્ધાર કરીને સૌ મરણિયા થવા મક્કમ બન્યા. સૌના હૈયામાં તીર્થભક્તિની ભાવના ઉભરાઈ રહી હતી. યુદ્ધનું એલાન થતાં યુવાનોએ કેસરીયાં આદર્યા. તીર્થભૂમિ આજે રણભૂમિ બની ચૂકી હતી. ઉભય પક્ષે ગિરિવરના હક્ક માટે જંગ માંડી દીધો હતો.એક પછી એક લાશો આ તીર્થભૂમિની પાવનભૂમિ ઉપર પડીને લોહીના લાલ રંગ વડે તીર્થભક્તિના ઇતિહાસનું આલેખન કરવા લાગી. વિરોધપક્ષના વિરાટબળ સામે સુશ્રાવક ધારના સંઘની સંખ્યા તદન મામુલી હોવા છતાં તીર્થપ્રેમના બળે શત્રુ સામે ઝઝૂમી રહ્યા હતા. આજે તેમને મરણનો કોઈ ભય ન હતો, શાસનમાટે શહીદ થવાના તેમના સ્વપ્ના આજે સાકાર પામી રહ્યા હતા. ગિરનાર ગિરિવરના પાવન આંગણમાં આજે લોહીના લાલ રંગથી રંગોળી પૂરાઈ રહી હતી. શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનપ્રત્યેના અવિહડ રાગવાળા સુશ્રાવકધારના એક પછી એક પુત્રો પૂરેપૂરા ઝનૂન સાથે વિરોધી સાથે ઝીંક લઈ રહ્યા હતા. એક...... બે .......ત્રણ......ચાર.....પાંચ... સુશ્રાવક ધારના એક પછી એક પાંચ પુત્રો યમરાજને શરણ થઈ ગયા, વિરપક્ષે તે સૌના મસ્તક વધેરીને ધડથી જુદા કરી દીધા. તીર્થરક્ષાના તીવ્રરાગને જીવનની છેલ્લી ક્ષણ સુધી હૈયામાં ધારણ કરી મોતને ભેટી પડેલા તે પાંચે પાંચ પુત્રો તે જ ક્ષેત્રના અધિપતિપણાને પામવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. અનુક્રમે ૧)કાલમેઘ, ૨) મેઘનાદ, ૩) ભૈરવ,૪) Tr;13:15:17:::::::::::::::::::::: DIT ULISTETTIITATTITUITTISILTILITY T : :11 1 Hrsit:CIECT:::: :: ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128