Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 95
________________ જબ પ્રાણ તનસે નીકલે... શિશિરઋતુની મંગલ પ્રભાતનો તે સમય હતો. વાદિવેતાલ પ.પૂ.શાંતિસૂરિ મહારાજ સાહેબ થારાપદ્દપુર તરફ વિહાર કરી ગામમાં પહોંચ્યા હતા. શ્રાવકજનના અતિઆગ્રહથી વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાન અવસરે શ્રી નાગિની નામની દેવી નૃત્ય કરવા લાગી ત્યારે તે દેવીને યોગ્ય સ્થાને બેસાડવા માટે આચાર્ય ભગવંતે મંત્રિત વાસક્ષેપ નાંખતા તે દેવીએ યોગ્યસ્થાન ગ્રહણ કરી લીધું. આ રીતે જ્યારે જ્યારે આ દેવી નૃત્ય કરવા લાગે ત્યારે તેને અયોગ્ય સ્થાનથી ઉઠાડી યોગ્ય સ્થાને બેસાડવા માટે આચાર્ય ભગવંત વાસક્ષેપ નાંખતા પરંતુ એકવાર કોઇપણ કારણસર વિસ્મરણ થવાથી આચાર્ય ભગવંત નૃત્ય કરતી તે દેવીને બેસવા માટે અથવા અન્યત્ર ગમન કરવા માટે વાસક્ષેપ નાંખવાનું ભૂલી ગયા. અવિરતપણે ફરતા કાળચક્રને કોણ અટકાવી શકે? તે દિવસે સવારનો સમય પસાર થયો.... મધ્યાહ્નકાળ.... સંધ્યાકાળ ... પણ પસાર થઇ ગયો અને રાત્રિના સમયે જ્યારે આચાર્ય ભગવંત પરમાત્મધ્યાનમાં લીન થવા પ્રયત્ન કરી રહ્યા હતા તે જ સમયે આચાર્યભગવંતના શુભહસ્તે વાસક્ષેપ ન પડવાથી તે દેવીને સવારથી જ હવામાં ઊંચે અદ્ધર ઉભા રહેવું પડ્યું હતું તેથી તે આચાર્ય ભગવંતને ઉપાલંભ (ઠપકો) આપવા ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે. પરમાત્માના ધ્યાનમાં લીન થઇ આંતરપ્રકાશને પામવાના પ્રયત્ન કરી રહેલા આચાર્ય ભગવંતના સાધનાના સ્થાનમાં અચાનક દીવ્ય પ્રકાશનો પૂંજ પ્રવેશે છે. આ દિવ્યપ્રકાશના પૂંજની સાથે સાથે અત્યંત રૂપવાન આકૃતિને પ્રવેશ કરતી જોઇને આચાર્ય ભગવંત પ્રવર્તક મુનિને પૂછે છે, “હે મુનિવર! શું અહીં કોઇ રમણીનો પ્રવેશ થયો છે?” એ અવસરે મહાત્મા કહે છે, “ગુરૂદેવ! હું જાણતો નથી.” એ સમયે અત્યંત દેદીપ્યમાન સ્વરૂપવાળી તે દેવી કહે છે, “આપ કૃપાળુનો વાસક્ષેપ ન પડતાં ઊંચે લટકતાં મારા ચરણકમલમાં અત્યંત પીડા થાય છે, આપના જેવા વિશિષ્ટ શ્રુતજ્ઞાનીને પણ વિસ્મરણ થઇ ગયું અને મારા ઉપર વાસક્ષેપ નાંખવાનું ચૂકી ગયા! આ લક્ષણથી આપ કૃપાળુનું આયુષ્ય હવે છ માસથી વધારે નથી. તેવું મારા જ્ઞાનબળથી સ્પષ્ટ સમજાય છે. તેથી હવે મહાગીતાર્થ એવા આપ પૂજ્યે સમસ્ત ગચ્છની ભાવિવ્યવસ્થા કોઇ યોગ્ય આત્માને સોંપીને આત્મસાધનામાં લીન થવાનો અવસર આવી ચૂક્યો છે તેવું નિવેદન કરવા માટે Jain Education International ૮૬ For Private & Personal Use Only BIJR1111 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128