Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 98
________________ - a resiliterattriviali 1111111:17::::::::rtification iniાંતimnકttનામ *1૪ જાની , કાકા માતા: 11: 15: 11 std 11:11:15 પગથિયાંથી આગળ જતાં લગભગ ૨૨૦૦ પગથિયાં પાસે ભરથરીની ગુફાનું સ્થાન આવે છે, ૨૩૦૦ પગથિયાં પાસે માળી પરબ આવે છે, જ્યાં રામજીમંદિર આવેલું છે. અને પરબ પાસે ડાબા હાથે એક પથ્થરમાં વિ.સં.૧રરર શ્રી શ્રીમાનજ્ઞાતિય મહં શ્રી ળિના સુત મરં શ્રી વાવેન પટ્ટા ઋરિતા.આવો લેખ જોવા મળતો હતો. અહીં નજીકમાં મીઠા અને શીતળ જલનો એક કુંડ પણ છે. ત્યાં એક છૂટા લેખમાં વિ.સં.૧૨૪૪માં શ્રી પ્રભાનંદસૂરિ મહારાજ સાહેબના ઉપદેશથી આ કુંડ બાંધવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. આ મંદિરથી આગળ થોડા કઠણ ચડાવ બાદ લગભગ ૨૪૫૦ પગથિયાં પાસે કાઉસ્સગ્ગીયાનો પથ્થર તથા પ્રાચીન (હાથી પહાણો આવે છે, જો કે તે પહાડ ઉપર લપસી જવાનો ભય રહેતો હોવાથી અધિકૃત વ્યક્તિઓ દ્વારા હાલ ત્યાં સીમેન્ટ કોંક્રીટનો માલ નાંખી દીધો હોવાથી તે પહાણો સંપૂર્ણતયા ઢંકાઈ ગયેલ છે. ત્યાંથી આગળ ચાલતાં ૨૬૦૦ પગથિયાં પાસે સતી રાણકદેવીનો પથ્થર આવે છે અને ૨૬૫૦ પગથિયાં પાસે પહાડની એક દિવાલમાં નીચે પ્રમાણેનો લેખ કોતરવામાં આવેલો આજે પણ જોવા મળે છે. स्वस्ति श्री संवंत १६८३ वर्षे कार्तिक वदी ६ सोमे श्री गिरनारनी पूर्वनी पाजनो उद्धार श्री दीवना संघे पुरूषा निमित्त श्रीमालज्ञातीय मां. सिंघजी मेघजीए उद्धार कराव्यो। ત્યાંથી થોડા કપરાં પગથિયાં ચઢીને આગળ વધતાં લગભગ ૨૮૫૦ પગથિયાં પાસે જમણીબાજુ લોખંડની ઝાળીવાળી એક દેરીમાં જિનેશ્વર પરમાત્મ કંડારવામાં આવેલી આજે પણ જોવા મળે છે. ત્યાંથી આગળ ૨૦૦૦ પગથિયાં પાસે ધોળોકુંડ આવે છે. આગળ જતાં ૩૧૦૦ પગથિયાં પાસે ડાબા હાથે દિવાલના એક ગોખલામાં ખોડીયારની જગ્યા આવે છે અને ૩૨૦૦ પગથિયાં પાસે ખબૂતરી અથવા તો ‘કબૂતરી ખાણ” કહેવાતાં એક સ્થાનમાં કાળા પથ્થરમાં અનેક બખોલો જોવા મળે છે. લગભગ ૩૪૦૦ પગથિયે પરબ છોડીને આગળ વધતાં સુવાવડી માતાની જગ્યા નામનું સ્થાન આવે છે, લગભગ ૩૫૫૦ પગથિયાં પંચેશ્વરની જગ્યા નામે ઓળખાય છે જ્યાં હાલ જય સંતોષીમાં, ભારતમાતાનું મંદિર, ખોડીયાર માનું મંદિર, વરૂડીમાનું મંદિર, મહાકાલીનું મંદિર તથા કાલિકા માનું મંદિર ના નામે દેરીઓ આવે છે. ત્યાંથી આગળ વધતાં ૩૮૦૦ પગથિયા બાદ ઉપરકોટના કિલ્લાનો દરવાજો આવે છે, તેને દેવકીટ પણ કહેવામાં આવે છે, તે દરવાજાની ઉપર નરશી કેશવજી એ માળ બંધાવ્યો હતો. જેમાં હાલ વનસંરક્ષણ વિભાગની ઓફીસ જોવામાં આવે છે. આ દરવાજાથી અંદર પ્રવેશ થતાં અનેક જિનાલયોની હારમાળાનો પ્રારંભ થાય છે. arrary TTT Iria TTTTTTTerrrrrr:T HERIT TENIT Typrur TET frrrrrr : TTTTTTY.. 17::111111111111111111TTTTTTTTTTTTTTTTTTTTTTTTTIT1111111TTrtif1111111111111 111111 Jain Education intentional For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128