Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 89
________________ તીર્થભક્તિ ઐતિહાસિક પ્રસંગોની પરંપરાથી ગરવો બનેલો ગઢ ગિરનાર અનેક વાદવિવાદનો વંટોળ ઊભો કરવા માટે પણ આજ સુધી ગૌરવશાળી રહ્યો છે. સમયના વહેણ સાથે ગઢ ગિરનારની માલિકી અને કબ્જા માટે અનેક પ્રસંગો ઇતિહાસના પાને પાને કંડારાઈ ચૂક્યા છે. ગિરનાર મહાતીર્થ ઉપર અનેક પક્ષો પોતાનો હક્ક જમાવવા પ્રયત્નશીલ રહેતા હતા. તે કાળે તીર્થભક્તિ કાજે કેસરીયાં કરનાર શહીદોની આ ઘટના છે. ધામણઉલી નામના એક ગામમાં ધાર નામનો શ્રાવક રહેતો હતો. પૂર્વજન્મના કોઇ પ્રચંડ પુણ્યાનુબંધી પુણ્યના યોગે ધનસંપત્તિ તેના ચરણચૂમી રહી હતી. અનેક રિદ્ધિસિદ્ધિનો સ્વામી બનેલો આ ધાર શ્રાવક ખૂબ વૈભવશાળી હોવા છતાં જિનેશ્વર પરમાત્માના શાસનનો અડગ અનુરાગી હતો. તેના હૈયામાં શાસન પ્રત્યેની તીવ્ર દાઝના કારણે તેના પાંચેય પુત્રરત્નોના લોહીમાં પણ શાસન પ્રેમની ધગતી ધારા વહેતી હતી. પૂર્વકૃત સુકૃતના ફળસ્વરૂપે પામેલ ધનવૈભવની સાથે સાથે તેનો ધર્મવૈભવ પણ કંઈ કમ ન હતો. શુદ્ધશ્રાવકના સંસ્કાર તેના શ્વાસોશ્વાસમાં વહેતા, સમ્યક્ત્વમૂલ બારવ્રત ગ્રહણ કરી શક્યતઃ ચુસ્ત શ્રાદ્ધ જીવન પસાર કરી રહ્યો હતો. સરિતાના નિર્મળ વહેતાં જલની માફક અસ્ખલિત પ્રવાહથી તેનું જીવન પસાર થઇ રહ્યું હતું, તેમાં એકવાર શ્રી ગિરનારના અચિન્ત્ય મહિમાની વાતો ગુરૂભગવંતના શ્રીમુખે શ્રવણે ચઢી ત્યારથી તેનો મનમયૂર ગિરનારને ભેટવા ઝંખી રહ્યો હતો. સંઘસમેત ગિરનારની યાત્રા કરવાનો નિર્ણય જાહેર કર્યો. વા વાતો ફેલાવે તેમ આજુબાજુના ગામોમાં ચારેકોર ધાર શ્રાવકના સંઘની વાતો વાયુ વેગે ફેલાઇ ગઇ. ગિરનારના સમાગમને ઇચ્છતા અનેક ભાવુક આત્માઓનું આગમન ધામણઉલિ ગામમાં થયું. ધામણઉલિ ગામની પ્રજા આજે હરખઘેલી બની હતી. ગામની ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ લીલા તોરણની હારમાળા શોભી રહી હતી. ધાર શ્રાવકના પાંચેય પુત્રરત્નોનો આનંદ આભને આંબી રહ્યો હતો, નગરજનો, નગરનારીઓ, બાળકો સૌ કોઇ હર્ષિત બન્યા હતા. શુભદિને મંગલઘડીએ શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનપ્રત્યે અત્યંત વફાદાર એવા સુશ્રાવક ધાર શ્રેષ્ઠીના ગિરનાર મહાતીર્થના સંઘનું શુભ પ્રયાણ થયું. દાન ધર્મના આલંબને ગામોગામ પ્રભુના શાસનની પ્રભાવના કરતો આનંદ કીલ્લોલ સાથે સંઘ ગિરનાર મહાતીર્થની તળેટીમાં પ્રવેશે છે, ત્યાં જ સૌના હૈયા હેબતાઈ ગયા. ગિરનારની તળેટીમાં પૂર્વે એક સંઘ રાવટી તાણીને પડાવ નાંખી બેઠો હતો. શ્વેતામ્બરપક્ષના કટ્ટર વિરોધી દિગંબર પક્ષના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128