Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 91
________________ 111111. કાકાના rain .1 Iriા!1111 1iitkirtiiiiiiiiiiii i ii first intiisit:::::::: :::::11: Invalidatinalliantartisticate એકપદ અને ૫) રૈલોકયપાદનામે ક્ષેત્રાધિપતિ થાય છે. જિનશાસનના ઈતિહાસના પાને તેઓના આ બલિદાનની નોંધ સુવર્ણઅક્ષરે અંકિત થાય છે. | તીર્થભક્તિ કાજે પાંચ પાંચ પુત્રો શહીદ થવા છતાં તેમાં તેઓની હાર ન હતી. તે પાંચ પુત્રોએ ગિરિવરના પાંચ પાંચ પહાડ ઉપર વિજય મેળવી ક્ષેત્રનું અધિપતિપણાનો તાજ શિર ઉપર ધારણ કર્યો હતો. સુશ્રાવક ધાર રણભૂમિ બનેલી તીર્થભૂમિ ઉપર પડેલી લોહીથી રગદોળાયેલી પોતાના પાંચ જવાંમદપુત્રોની લાશ જોઈને પુત્રોની મર્દાનગીનું ગૌરવ લઈ રહ્યા હતા. હજુ તેમના અંતરની આજુ અધૂરી હતી આજે તેમના પાછા પગલામાં ભાવિના લાંબા કૂદકાની તમન્નાનો સંકલ્પ હતો. મનના મહેલોને ભાવિના મીઠાં મનોહર અરમાનો સજાવીને તે તીર્થરક્ષાના શિખરો સર કરવા ચાલી નીકળે છે. જિનશાસનના ચરણોમાં પાંચ પાંચ પુત્રોના જીવનદાન કરવા છતાં સુશ્રાવક ધારના હૈયામાં હામ નથી. ગિરનાર તીર્થને કર્જ કરવાની તલપ દિન-પ્રતિદિન તીવ્ર બની રહી હતી પાંચ પાંચ પુત્રરત્નોના શહીદ થયા બાદ ધાર ભમતાં ભમતાં કાન્યકુન્જ નગરમાં આવી પહોંચ્યો. અજાણ્યા એવા સ્થાનમાં ગલીએ ગલીએ ફરતાં જૈન ઉપાશ્રયે આવી ચઢ્યો. તપાસ કરતાં આચાર્ય ભગવંત વ્યાખ્યાન ફરમાવતાં હતા. ધાર પણ સભાજનોને ભેદતાં ભેદતાં આચાર્ય બપ્પભટ્ટસૂરિ મહારાજ સાહેબની પાસે આવીને બેસી જાય આચાર્ય ભગવંતની અમૃતવાણીનું થોડીવાર શ્રવણ કર્યા બાદ ધાર શ્રાવક સભાવચ્ચે ઉભો થઈ સકળસંઘ સમક્ષ આચાર્ય ભગવંતને સંબોધીને કહે છે, “ગિરનાર મહાતીર્થનોકજ્જો આજે ભયજનક બની ગયો છે, દિગંબરપક્ષના લોકો હક જમાવીને બેઠાં છે અને શ્વેતામ્બરપક્ષને પાખંડી ગણીને ગિરિવર ઉપર આરોહણ કરતાં અટકાવે છે, એવા સમયે આમ પાટે ચઢીને ધર્મની વાતો કરવાનો કોઈ અર્થ નથી. પ્રથમ આ ગિરનાર મહાતીર્થને કન્જ કરી ઉદ્ધાર કરો પછી આ વ્યાખ્યાનની પાટ ઉપર બેસી ધર્મદેશના આપો તે શોભાસ્પદ બનશે. માટે આજે આ શાસ્ત્રની વાતોને બાજુ ઉપર મૂકી શસ્ત્રથી સજૂ થવાની જરૂર છે.' સભામાં શાંતચિત્તે પ્રવચન શ્રવણ કરતો આમ રાજા તો વૃદ્ધ એવા ધારના આક્રોશવચનોને સાંભળી આભો જ બની ગયો. સૂરિવરના આવા અપમાનને સહન કરવા અસમર્થ બનેલો રાજા ઉભો થવા જાય છે ત્યાં જ પરિસ્થિતિને પામવામાં વિચક્ષણ એવા આચાર્ય ભગવંત સંકેત વડે રાજને મૌન ધારણ કરવા જણાવે છે. ધાર શ્રાવક ગિરનાર ગિરિવરની સ્થિતિની ઝાંખી કરાવતાં પોતાના ગાબાણો વડે સૂરિજીના હૈયાને વીંધી રહ્યો હતો. તીર્થયાત્રામાં આવતાં વિઘ્નોનો ધ્વંસ કરવા તે સકળ સભાજનો અને httinutriting:-tize: rary ore

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128