Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 85
________________ સત્યમેવ જયતે જગમાં તીરથ દો વડાં, શત્રુંજ્ય ગિરનાર; એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર. સોરઠદેશની ધન્યધરા જગતના સર્વોત્કૃષ્ટ બે ગિરિરાજને ધારણ કરી પોતાના સત્ત્વ અને સામર્થ્યનું પ્રદર્શન કરી રહી છે. આ સોરઠની શૌર્યવંતી ભૂમિએ અનેક ઐતિહાસિક પ્રસંગોની હારમાળાઓને કારણે ગુર્જરદેશને ગૌરવવંતો બનાવ્યો છે. તીર્થાધિરાજ શત્રુંજયગિરિ અને ગરવા ગઢ ગિરનારના શિખરે જિનાલયોની દિવ્યધજાઓ લોકોત્તર એવા જિનશાસનના ગૌરવને ઊંચે ઊંચે આભને આંબવા મથી રહી છે. કરોડો દેવતાઓથી સેવાતો અને પૂજાતો ગઢ ગિરનાર વાદળોથી વાતો કરતાં કરતાં ઝંઝાવાત વાયરાની સાથે ઝીંક લેવા સાથે અનેક વાદ વિવાદના વંટોળ સામે આજે પણ અડોલ અને અટલ ઊભો રહ્યો છે. ચક્રવર્તીઓની ભૂમિ હસ્તિનાપુર નગરીથી પ્રયાણ આદરી માર્ગમાં અનેક ગામ-નગરોમાં વિવિધ શાસનપ્રભાવનાના કાર્યો કરતો પદયાત્રાસંઘ અનેક તીર્થોની સ્પર્શના કરતાં કરતાં તીર્થાધિરાજ શત્રુંજય મહાગિરિની સ્પર્શનાદિ કરી આજે ગરવા ગઢ ગિરનારની ગોદમાં પહોંચી ગયો છે. બીજા દિવસે મંગલ પ્રભાતે બાલબ્રહ્મચારી શ્રી નેમિનિરંજનના ચરણો ચૂમવાના મનોરથ સાથે સંઘપતિ ધનશેઠ ચતુર્વિધ સંઘ સાથે ગિરિવરની યાત્રાનો પ્રારંભ કરે છે. ગિરિવરના પગલે પગલે પરમપદની સુવાસને માણતાં શેઠ દેવાધિદેવના દરબારમાં પહોંચે છે. આજે સૌ યાત્રિકોના મનમયૂરો નાચી ઉઠ્યા છે, પરમાત્માની ભક્તિની મહેફીલ જામી છે, સંધપતિ ધનશેઠે સંપત્તિની રેલમછેલ કરીને સર્વોત્કૃષ્ટ પૂજાદ્રવ્યની સુવાસથી જિનાલયના રંગમંડપને મહેકાવી દીધો છે. સકળ સંઘ ઉછળતાં ભાવો સાથે દ્રવ્યપૂજા પૂર્ણ કરી ત્રીજી નિસીહિ દ્વારા ભાવપૂજામાં પગરવ માંડે છે, ત્યાં જ કોઇ અશુભ કર્મોદયથી ભાવધારામાં સ્ખલનાં પાડતા અન્ય એક સંઘનો જિનાલયમાં પ્રવેશ થયો. મહારાષ્ટ્રના મલયપુરથી ગુજરાતના ગિરનારે પહોંચેલા સંઘના સંઘવી વરૂણશેઠ દિગંબરપંથના કટ્ટર અનુયાયી હતા. દ્રવ્ય પૂજા દરમ્યાન ધનશેઠે સકળ સંઘ સાથે શ્રી નેમિપ્રભુને ચડાવેલી પુષ્પની માળા, કીંમતી આભૂષણ આદિ ઘડી બે ઘડીમાં હતા ન હતા જેવા થઇ ગયા. વરુણશેઠ સર્વ અલંકારાદિ શોભા ફગાવીને બરાડી ઉઠ્યા આ વીતરાગીને વળી રાગના સાધનોની શું જરૂર છે? Jain Educatio ૭૬ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128